• યોગને રોજીંદી દિનચર્યાનો ભાગ બનાવવામાં આવે તો બોડીને શેપમાં રાખી શકાય
  • યોગ દ્વારા શારીરિક બીમારીઓ દૂર થશે અને વ્યક્તિ માનસિક રીતે પણ સ્વસ્થ રહે છે
  • ચક્કી ચાલનાસ વજન ઘટાડવામાં મદદ કરશે તેમજ અનેક ફાયદાઓ પણ થશે

યોગને રોજીંદી દિનચર્યાનો ભાગ બનાવવામાં આવે તો બોડીને શેપમાં રાખી શકાય છે. આ સિવાય શારીરિક બીમારીઓ પણ દૂર રહે છે અને યોગ કરનાર વ્યક્તિ માનસિક રીતે પણ સ્વસ્થ રહે છે. યોગમાં પ્રાણાયામથી શરૂ કરીને અનેક યોગાસનો છે. સૂર્ય અને ચંદ્ર નમસ્કાર એ એક પ્રક્રિયા છે જેમાં એકસાથે 12 આસનો કરવામાં આવે છે. આજકાલ લોકો પાસે સમયની ખૂબ જ અછત છે અને તેના કારણે યોગ કે વર્કઆઉટ માટે વધુ સમય કાઢવો મુશ્કેલ બની જાય છે. જો તમે તમારા શરીરને ફિટ રાખવા માંગો છો, તો તમે તમારી દિનચર્યામાં થોડી મિનિટો યોગ કરી શકો છો, જેને ચક્કી ચાલનાસન કહેવામાં આવે છે.

ચક્કી ચાલનાસ

ચક્કી ચાલનાસને દિનચર્યામાં થોડી મિનિટો માટે કરવાથી આખા શરીરને સારી રીતે સ્ટ્રેચિંગની સાથે ઘણા ફાયદા પણ મળે છે. મલાઈકાથી લઈને શિલ્પા શેટ્ટી સુધી દરેક આ આસન કરે છે. તો ચાલો જાણીએ આ આસન કેવી રીતે કરવામાં આવે છે અને તેના શું ફાયદા છે.

ચક્કી ચાલનાસન કેવી રીતે કરવું

ચક્કી ચાલનાસન એ જ રીતે કરવામાં આવે છે જે રીતે પહેલાના સમયમાં હાથ ચક્કી વડે અનાજ દળવામાં આવતું હતું. આ આસન કરતી વખતે બન્ને પગ સામેની સાઈડ જુદી-જુદી દિશામાં ફેલાવવામાં આવે છે અને પછી બન્ને હાથની હથેળીઓ જોડીને ગોળ ગોળ ફેરવો જાણે તમે કોઈ ચક્કી ચલાવતા હોવ.

ચક્કી ચાલનાસનથી વજન ઘટશે

દિનચર્યામાં ચક્કી ચાલનાસન કરો છો, તો તેના કારણે તમારા પેટના સ્નાયુઓને ટોન કરી શકશો. આ આસન પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ યોગ આસન હાથ, પગ અને કમરના સ્નાયુઓને ટોન કરીને શેપમાં લાવવામાં મદદ કરે છે. આ સિવાય આ આસન કરવાથી તમે વધુ ફિટ અને હેલ્ધી અનુભવો છો.

મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક

ચક્કી ચાલનાસન કરવાથી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટના નીચેના ભાગમાં થતા દુખાવામાં રાહત મળે છે. આ સિવાય આ આસન કરવાથી ગર્ભાશયની માંસપેશીઓ પણ મજબૂત બને છે, જેનાથી ફર્ટિલિટી તો વધશે જ આ સિવાય અનિયમિત માસિક ધર્મની સમસ્યાથી પણ રાહત મળે છે.

બેસીને નોકરી કરતા લોકો આ યોગ આસન અવશ્ય કરો

જે લોકો બેસીને નોકરી કરે છે તેમને સૌથી વધારે મુશ્કેલી બોડી પોસ્ચર ખરાબ થવાનો, પીઠ અને કમરનો દુખાવો, સર્વાઇકલ દુખાવો થવો. જેમાં ખભા અને ગરદનના સ્નાયુઓમાં સોજો અને દુખાવો થાય છે. દિનચર્યામાં ચક્કી ચાલનાસન કરવાથી આ સમસ્યાઓમાંથી રાહત મળશે અને આ યોગાસન એવા લોકો માટે પણ ફાયદાકારક છે જેમને સાયટીકા (એક પ્રકારનો પીઠનો દુખાવો) હોય છે.

માનસિક લાભ પણ મળે છે

ચક્કી ચાલનાસન કરવાથી તણાવ દૂર થશે અને મનને શાંત કરવામાં મદદ મળશે. જે વિચાર અને સમજણમાં સંતુલન લાવે છે અને આ યોગાસન ધ્યાન વધારવામાં પણ મદદરૂપ છે. આ સિવાય ઊંઘની ગુણવત્તા પણ સુધરે છે. બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે. આ રીતે યોગ આસન કરવાથી ઘણા ફાયદા થઈ શકે છે.

  • Follow us on: