- શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે વિટામીન અને મિનરલ્સની જરૂર પડે છે
- વિટામીન બી કોમ્પ્લેક્સના દરેક વિટામીન આપણા શરીર માટે મહત્વના હોય છે
- વિટામિનના બે પ્રકાર હોય છે, જેમાં એક પાણીમાં દ્રાવ્ય અને બીજું ચરબીમાં દ્રાવ્ય
શરીરને સ્વસ્થ રહેવા માટે પોષણ એટલે કે પોષક તત્વોની જરૂર હોય છે. જે વિટામીન અને મિનરલ્સના રૂપમાં વિભાજિત કરવામાં આવે છે. વિટામીન અને મિનરલ્સ ભોજનના વિવિધ ખાદ્ય પદાર્થોમાંથી મળે છે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા અને વિવિધ કાર્યોને યોગ્ય રીતે ચલાવવા માટે આ વિટામીન અને મિનરલ્સનું કામ પણ અલગ-અલગ હોય છે. આ વિટામીનમાંથી એક વિટામિન બી કોમ્પ્લેક્સ જૂથ છે, જેમાં ઘણા વિટામીન હોય છે અને આ શરીરને તે દરરોજ લેવાની જરૂરત હોય છે.
વિટામીનની શરીરમાં મહત્વની ભૂમિકા
વિટામીન બી કોમ્પ્લેક્સના દરેક વિટામીન શરીરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટેભાગે આ વિટામીન લાલ રક્તકણો બનાવવા, સ્નાયુઓને સ્વસ્થ રાખવા, મગજની યોગ્ય કામગીરી અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે જરૂરી છે. B કોમ્પ્લેક્સમાં કેટલા વિટામીન હોય છે અને તે શા માટે દરરોજ લેવા જરૂરી છે?
વિટામિન B કોમ્પ્લેક્સ દરરોજ લેવું શા માટે જરૂરી છે?
વિટામિનને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક જે પાણીમાં દ્રાવ્ય હોય છે અને બીજું ચરબીમાં દ્રાવ્ય હોય છે. જે વિટામીન ચરબીમાં ઓગળી જાય છે તે શરીરમાં ધીમે ધીમે ઓબ્જર્વ થાય છે અને સ્ટોર થાય છે, જ્યારે પાણીમાં દ્રાવ્ય વિટામીન ઝડપથી ઓબ્જર્વ થાય છે અને શરીરમાં સ્ટોર થઈ શકતા નથી. વિટામિન B કોમ્પ્લેક્સના તમામ વિટામીન પણ પાણીમાં દ્રાવ્ય હોય છે અને તે શરીરમાં સંગ્રહિત થઈ શકતા નથી, જેના કારણે તેને દરરોજ લેવું જરૂરી છે.
વિટામિન B કેટલા પ્રકારના હોય છે?
વિટામીન B કોમ્પ્લેક્સમાં છ વિટામીનનો સમાવેશ થાય છે, જેમાંથી બી1ને થાઈમિન કહેવાય છે. B2 જેને રાઇબોફ્લેવિન, વિટામિન B3 (નિકોટિનામાઇડ), વિટામિન B5 (કેલ્શિયમ પેન્ટોથેનેટ), B6 (પાયરિડોક્સિન) અને B12 જેને સાયનોકોબાલામીન કહેવામાં આવે છે.
વિટામિન B ના સ્ત્રોત શું છે?
વિટામિન B12 વિશે વાત કરીએ તો તે મોટાભાગે ડેરી ઉત્પાદનો અથવા નોન-વેજમાં જોવા મળે છે. આ ઉપરાંત વિટામિન B કોમ્પ્લેક્સના અન્ય વિટામીન માટે ઈંડા, લીલા શાકભાજી, બદામ, સોયાબીન, મશરૂમ, ડેરી ઉત્પાદનો, તલ, અંકુરિત અનાજ વગેરેને સંતુલિત માત્રામાં આહારમાં સામેલ કરવા જોઈએ.