મહિલાઓએ પીરિયડસ દરમિયાન થતા કેટલાક બદલાવ પર ધ્યાન આપવું જોઈએ. આ બદલાવ કેટલીક વખત ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. સામાન્ય રીતે પહેલાના સમયમાં 14 વર્ષે છોકરીઓ પીરિયડસ (માસિક ધર્મ)માં થતી હતી. પરંતુ હાલના સમયમાં 9 વર્ષના કે તેનાથી પણ ઓછી વયની ઉંમરની છોકરીઓને માસિક ધર્મ શરૂ થાય છે. આવી સ્થિતિમાં છોકરીઓ પણ પીરિયડસ દરમિયાન થતા કેટલાક ફેરફારને નજર અંદાજ કરે છે. જે આગળ જતા ગંભીર આરોગ્ય સમસ્યામાં પરિણમે છે. 


માસિક ધર્મ (મહાવારી) સંબંધિત કેટલાક સંકેતો એવા હોય છે કે જેને અવગણવામાં આવે તો તે ગંભીર આરોગ્ય સમસ્યાઓ તરફ ઈશારો કરી શકે છે. આવા કેટલાક સંકેતો છે જેને સમયસર ઓળખી ગંભીર રોગથી બચી શકીએ છીએ.

  • અનેક વખત આપણે મહિલાઓ કે કિશોરીઓ પોતાના ખાસ ફ્રેન્ડ સાથે વાત શરે કરે છે કે તેનો મૂડ સારો નથી. કારણ કે આજે તેને હેવી બ્લડિગ થઈ રહ્યું છે. અસાધારણ રીતે ભારે રક્તસ્રાવ (Heavy Bleeding) થતો હોય અને તમારે દર કલાકે અથવા બે કલાકે પેડ અથવા કપડું બદલવુ પડતું હોય તો ચોક્કસપણે ડોક્ટરનું માર્ગદર્શન લેવું. 
  • માસિક નિયમિત આવવું સારી બાબત છે. પણ કેટલાક લોકો તેની માસિક સાઈકલથી અજાણ છે. ડોકટર દવેના મતે માસિક ચક્રમાં 21 દિવસથી ઓછો અથવા 35 દિવસથી વધુ અંતર ના હોવું જોઈએ. આ તમારે દરમહિને આ સમસ્યાનો સામનો કરતા હોવ તો ભવિષ્યમાં પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS), થાઇરોઇડ ડિસફંક્શન અથવા પ્રોલેક્ટીનના સ્તર વધવાનો સંકેત છે. જેના પરિણામે માનસિક તણાવ અને વધુ પડતું વજન ઘટાડવું કે વધવું પણ ઓવ્યુલેશનને અસર કરીને તમારા માસિક ધર્મ પર નકારાત્મક અસર કરે છે.
  • માસિક ધર્મ અનિયમિત થવાનું કારણ હોર્મોન્સ અસંતુલનનું લક્ષણ હોઈ શકે છે. હોર્મોન્સ અસંતુલન થતા એસ્ટ્રોજનનું સ્તર ઓછું થવા લાગે છે અને પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે. આ સમસ્યાના કારણે ભવિષ્યમાં ગર્ભ ધારણ કરવાની ક્ષમતા પણ ઘટે છે. લાંબા સમય સુધી માસિક ન આવવું અથવા ખૂબ જ નજીકના સમસમયાં માસિક આવવું એ પીસીઓએસ (PCOS), થાયરોઈડની તકલીફ કે હોર્મોનલ અસંતુલનનો સંકેત હોઈ શકે છે
  • માસિક સ્રાવની શરૂઆતમાં કે અંતે ઘેરો ભૂરો કે કાળો રક્ત ઘણીવાર ગર્ભાશયમાંથી નીકળતું જૂનું રક્ત હોય છે. જોકે, સતત ઘેરો, જાડો અથવા દુર્ગંધયુક્ત રક્તસ્રાવ ચેપ અથવા ગર્ભાશયના સ્ત્રાવમાં સમસ્યાનો સંકેત હોઈ શકે છે. સમગ્ર સમયગાળા દરમિયાન તેજસ્વી લાલ રક્તસ્ત્રાવ એ સ્વસ્થ રક્તસ્ત્રાવની નિશાની હોઈ શકે છે.

મહિલાઓ હોય કે છોકરીઓ માસિકધર્મની સાઈકલ નિયમિત હોય તો તેમનું સ્વાસ્થ્ય સારું માનવામાં આવે છે. પરંતુ આ સાઈકલમાં બદલાવ આવે તો જરૂર ધ્યાન આપવું જોઈએ. કારણ કે પીરિયડની નિશ્ચિત સાઈકલ એકદંરે સ્વાસ્થ્ય તંદુરસ્ત છે કે નહી તેના સંકેત આપે છે. જીવનશૈલી, તણાવ, PCOS (પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ), એન્ડોમેટ્રિઓસિસ, ફાઇબ્રોઇડ્સ વગેરેને કારણે માસિક સ્રાવમાં ફેરફાર જોવા મળી શકે છે. જો માસિક સ્રાવની પેટર્ન એટલે કે તેની સાયકલ પર ધ્યાન આપવામાં આવે તો આરોગ્ય સમસ્યાને વહેલા ઓળખવામાં મદદ મળે છે.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

  • Follow us on: