- મુલ્તાની માટી સ્કીનનું એકસ્ટ્રા ઓઈલ હટાવવામાં કરશે મદદ
- ચંદન અને નારંગીનો પેક આપશે ચહેરાને ઈન્સ્ટન્ટ ગ્લો
- બેસન અને હળદરને દૂધ સાથે મિક્સ કરીને પણ કરો એપ્લાય
શિયાળાની સીઝનમાં કેટલાક લોકોની સ્કીન ડ્રાય થઈ જાય છે તો કેટલાક લોકોને ઓઈલી સ્કીનની સમસ્યા રહ્યા કરે છે. આ કારણે ચહેરા પર રહેલા એકસ્ટ્રા ઓઈલ રોમ છિદ્રોને બંધ કરે છે અને તેનાથી સ્કીનની દેખરેખ કરવાનું મુશ્કેલ બને છે. તો જાણો કેટલાક એવા ઘરેલૂ ફેસપેક જે તમારા માટે મદદરૂપ બની શકે છે. તો જાણો તેને બનાવવાની અને ઉપયોગની રીત.
મુલ્તાની માટી અને ગુલાબજળનો ફેસપેક
મુલ્તાની માટી સ્કીનને સાફ કરવામાં મદદ કરે છે. તે ચહેરા પરના એક્સ્ટ્રા ઓઈલને હટાવવામાં મદદ કરે છે. જો તમે ઓઈલી સ્કીનથી છૂટકારો ઈચ્છો છો તો આ ફેસપેકનો ઉપયોગ કરો. તેને બનાવવા માટે તમે એક મોટો ચમચો મુલ્તાની માટી લો અને પછી તેમાં ગુલાબજળને મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર 15 મિનિટ લગાવીને રાખો અને પછી પાણીથી ધોઈ લો.
નારંગી અને ચંદનનો ફેસપેક
વિટામિન સીથી ભરપૂર નારંગી હેલ્થની સાથે સ્કીનને માટે પણ લાભદાયી છે. શિયાળામાં ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો ઈચ્છો છો તો તમે નારંગી અને ચંદનનો ફેસપેક યૂઝ કરી શકો છો. તેને બનાવવા 2 ચમચી નારંગીનો રસ લો અને તેમાં 1 ચમચી ચંદન પાવડર અને કૈલામાઈન પાવડર મિક્સ કરો. આ મિશ્રણની પેસ્ટ બનાવી લો અને તેને ચહેરા પર લગાવો. 15-20 મિનિટ બાદ પાણીથી ધોઈ લો.
ગાજર અને મધનો ફેસપેક
શિયાળામાં સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવા માટે આ ખાસ પેક છે. તેને લગાવવાથી સ્કીન હાઈડ્રેટેડ રહે છે. ગાજરમાં બીટા કેરોટીન ડેડ સ્કીનથી છૂટકારો આપવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે ગાજરને છીણી લો અને તેમાં મધ મિક્સ કરો. આ મિશ્રણની પેસ્ટ બનાવો અને તેને ફેસ પર લગાવો. 15 મિનિટ બાદ તેને સાફ કરો.
ચણાનો લોટ અને હળદરનો ફેસપેક
હળદર અને ચણાના લોટનો ફેસ પેક ગ્લોઈંગ સ્કીનને માટે સારો માનવામાં આવે છે. જો તમારી સ્કીન ઓઈલી છે તો તમે આ પેકને સ્કીન કેયર રૂટિનમાં સામેલ કરી શકો છો. તેને બનાવતી સમયે તેમાં દૂધ મિક્સ કરો. હવે તેને ચહેરા પર એપ્લાય કરો. તે સૂકાય ત્યાં સુધી તેને રહેવા દો. આ પછી સાદા પાણીથી ફેસવોશ કરો.