- ત્વચાને શુષ્ક થતી અટકાવવા તેને મોઈશ્ચરાઈઝ્ડ રાખવી જરૂરી છે
- ફેસ સીરમનો ઉપયોગ કરવાથી સ્કીન કોમળ અને ગ્લોઈંગ બને છે
- સ્નાન કર્યા બાદ સ્કીન પર નારિયેળ તેલ એપ્લાય કરો
જો તમે શિયાળાની સીઝનમાં પણ ઉનાળાનું સ્કિન કેર રૂટીન ફોલો કરો છો તો તમારી સ્કીનને નુકસાન થઈ શકે છે. સીઝન અને તમારી સ્કીન ટાઈપ અનુસાર આ રૂટિન અલગ અલગ હોઈ શકે છે. તો જાણો હવામાનના ફેરફારની સાથે સ્કીનની પણ કાળજી લેવામાં આવે તે જરૂરી છે. તો જાણો શિયાળાની સીઝનમાં કેવી રીતે તેની કેયર કરવી. નાની ભૂલો તમારી સ્કીનને ખરાબ કરી શકે છે. શિયાળામાં ત્વચાને નિર્જીવ અને શુષ્ક થવાથી બચાવવા માટે માત્ર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ પૂરતો નથી. તો જાણો કે ચહેરા પરનો ગ્લો કાયમ રાખવા માટે ખાસ ટિપ્સ શિયાળામાં અપનાવી લેવી જરૂરી છે. તો કરો આ કામ.
હાઇડ્રેટેડ રહો
ત્વચાને શુષ્ક થતી અટકાવવા માટે પહેલા તેને મોઈશ્ચરાઈઝ્ડ રાખવું ખૂબ જ જરૂરી છે. આ માટે તેને અંદરથી તેમજ બહારથી હાઇડ્રેટેડ રાખવાનો પ્રયાસ કરો. તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે, કરચલીઓ ઓછી થાય છે અને ચહેરાના ઓઈલી પણાને સંતુલિત કરવામાં આવે છે.
ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો
શિયાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખ્યા પછી સ્કીનની સંભાળ માટે સારું મોઇશ્ચરાઇઝર જરૂરી છે. તેની મદદથી ત્વચાનો ભેજ જાળવી રાખવાની સાથે ત્વચાની ચમક પણ સુધરે છે.
ફેસ સીરમ
શિયાળામાં ત્વચા માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ ડ્રાય થવા લાગે છે. આવી સ્થિતિમાં ત્વચાની ચમક અને ભેજ જાળવી રાખવા માટે તેને અંદરથી મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમે ફેસ સીરમનો ઉપયોગ કરી શકો છો. ત્વચા પર ફેસ સીરમનો ઉપયોગ કરવાથી ત્વચાને સારું પોષણ મળે છે અને તે કોમળ દેખાવવા લાગે છે.
વધારે ગરમ પાણીથી સ્નાન ન કરો
જો તમારી ત્વચા પહેલેથી જ ખૂબ જ શુષ્ક છે તો ખૂબ ગરમ પાણીનો ઉપયોગ કરવાની ભૂલ ન કરો. શિયાળામાં ગરમ પાણીથી નહાવાથી તમને શરદીથી રાહત મળે છે પરંતુ તમારી ત્વચા શુષ્ક, નિર્જીવ બની શકે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાથી બચવા માટે હૂંફાળા પાણીથી સ્નાન કરો.
નાળિયેર તેલ
નાળિયેર તેલમાં હાજર ફેટી એસિડ્સ ત્વચાના ભેજને સીલ કરે છે અને તેને નરમ અને કોમળ બનાવે છે. સ્નાન કર્યા પછી તરત જ તમારા શરીરને નારિયેળ તેલથી માલિશ કરો. તમે સૂતા પહેલા પણ આ કામ કરી શકો છો.