- પ્રદૂષણના કારણે સ્કીન પર કરચલીઓ પડે છે
- સ્કીન પર ડાઘ અને ધબ્બા પણ જોવા મળે છે
- ફેફસાથી લઈને કિડનીની સમસ્યાઓ વધે છે
હાલના દિવસોમાં સીઝનમાં ઘણા ફેરફાર આવતા રહે છે. તાપમાનમાં થતી વધઘટના કારણે શરીર પર પણ અનેક ફેરફારો જોવા મળે છે. શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે તમે સ્કીનનું પણ ખાસ ધ્યાન રાખો તે જરૂરી છે. પોલ્યુશનના કારણે હેલ્થ પર પણ ખરાબ અસર થઈ રહી છે. શિયાળાની સૌથી વધુ અસર સ્કીન પર થાય છે. શિયાળામાં પ્રદૂષણ અને ઠંડી હવાના કારણે સ્કીન ડ્રાય બને છે. તેના કારણે સ્કીન શુષ્ક અને બેજાન બને છે. અન્ય તરફ પ્રદૂષણના કારણે સ્કીન પર કરચલીઓ પડે છે અને સાથે ડાઘ અને ધબ્બા પણ વધવા લાગે છે.
શિયાળો અને પોલ્યુશનના કારણે થાય છે બીમારી
સ્કીનની શુષ્કતા પર નેચરલ મોઈશ્ચર લેવલ અને સ્કીનના નેચરલ લેવલનો આધાર રહે છે. શિયાળામાં સ્કીનના મોઈશ્ચર લેવલને મેન્ટેન કરવાની જરૂર રહે છે. આ માટે સૌથી પહેલા શરીરને હાઈડ્રેટ કરવાની જરૂર રહે છે. ડ્રાય સ્કીનના કારણે સ્કીન વધુ ડેમેજ થાય છે. શિયાળામાં એક્ઝિમા, ડ્રાય સ્કીનની સાથે ખંજવાળની સમસ્યા થઈ શકે છે. તેના કારણે સ્કીનમાંથી પાણી નીકળવા લાગે છે. આ સીઝનમાં એલર્જી વધી શકે છે, પિગમેન્ટેશની ફરિયાદ પણ રહે છે.
ઝેરીલી હવા સ્કીન માટે નુકસાનદાયી રહે છે
શિયાળાની ઠંડી હવા અને પોલ્યુશન સ્કીન સંબંધિત અનેક બીમારી લાવે છે. પ્રદૂષણના કારણે સ્કીનના પોર્સમાં ગંદગી જમા થાય છે તેના કારણે કાર્બન એજિંગ પ્રોસેસ શરૂ થાય છે. સ્મોગના કારણે સ્કીનને નુકસાન થાય છે પણ સાથે શરીરના ઓર્ગનને પણ નુકસાન પહોંચે છે. ફેફસા પણ ખરાબ થવાની શક્યતાઓ વધે છે. સ્કીનનો ખાસ ખ્યાલ રાખવાની જરૂર વધે છે. ફેફસાથી લઈને કિડની સુધીની બીમારીઓ વધી શકે છે. રિસર્ચમાં સાબિત થયું છે કે એર પોલ્યુશન કેન્સર જેવી બીમારીનું કારણ પણ બને છે.