• પાર્ટનરને અન્ય ચાન્સ આપતા પહેલા સંબંધોની ખામીને દૂર કરવાની કોશિશ કરો
  • સંબંધની નવી શરૂઆતમાં પાર્ટનરને મેણા ટોણા મારવાનું ટાળો
  • પાર્ટનર સાથે વાત કરવાથી મતભેદ દૂર થશે અને પ્રેમ વધશે

રીલેશનશીપમાં એક મેકનો વિશ્વાસ કાયમ રાખવાનું જરૂરી છે. પણ જો અનેકવાર પાર્ટનરની સાથે લોયલ રહ્યા બાદ કેટલાક લોકોને સંબંધોમાં દગો મળે છે. આ સાથે હર્ટ થયા બાદ પણ કેટલાક લોકો રીલેશનશીપને ફરીથી મોકો આપવાની ઈચ્છા ધરાવે છે. એવામાં જો તમે પણ સંબંધોમાં દગો મેળવો છો અને ફરીથી પાર્ટનર પર વિશ્વાસ કરવા ઈચ્છો છો તો કેટલીક ટિપ્સ તમારી મદદ કરી શકે છે. સંબંધમાં ફરીથી દગો મળ્યા બાદ નવી શરૂઆત કરવાનું મુશ્કેલ બને છે. એવામાં મોટાભાગે લોકો પાર્ટનર પર ફરી જલ્દી ભરોસો કરવામાં ખચકાય છે. પરંતુ જો તમે તમારા પાર્ટનરને બીજો ચાન્સ આપો છો તો તમે મૂવ ઓન કરી શકો છો. આવામાં પાર્ટનર પર ફરી વિશ્વાસ કરવાની રીત વિચારો.

આ રીતે સંબંધોને આપો અન્ય ચાન્સ

પાર્ટનરની સાથે વાત કરો

સંબંધોની મતભેદ, મનભેદ અને ગુસ્સાને વાતચીતથી ઉકેલી શકાય છે. સંબંધોમાં દગો મળ્યા બાદ મહિલાઓ ખાસ કરીને પાર્ટનરની સાથે રહેવાનું મંજૂર કરી લે છે. પાર્ટનર સાથે વાત કરવાનું બંધ કરી દે છે. એવામાં સંબંધો સારા બનાવવાની વાત પર વાત થઈ શકતી નથી. સંબંધોની ખામીઓને જાણવાની કોશિશ કરો. તેનાથી ન ફક્ત પાર્ટનરની આંખમાં સચ્ચાઈ જોવા મળશે પણ સાથે તેમની ખામીઓને પણ તમે દૂર કરીને સંબંધોને મજબૂત બનાવી શકશો.

મેણા ટોણાં મારવાનું ટાળો

અનેકવાર પાર્ટનરથી દગો મળવાના કારણે લોકો સંબંધોને અન્ય મોકો તો આપે છે પણ પાર્ટનરની સાથે અણબનાવ થાય તો લોકો તેને મેણા મારે છે. તેનાથી તમારો સંબંધ વધુ બગડી શકે છે. આ કારણે સેકંડ ચાન્સ આપવાનો નિર્ણય કર્યા બાદ દગો મળવાનો ઉલ્લેખ ન કરો તે યોગ્ય રહેશે.

નવી રીતે કરો શરૂઆત

દગો મળવાના કારણે લોકોને રિકવર થવામાં સમય લાગે છે. સંબંધોને અન્ય અવસર આપવા માટે જિંદગીની નવી શરૂઆત કરવાનું પણ જરૂરી બને છે. આ માટે જલ્દી પાર્ટનરની ભૂલને સુધારીને જીવનમાં આગળ વધવાની કોશિશ કરો. ધ્યાન રાખો કે તમારા ભૂતકાળને ભવિષ્ય પર હાવી ન થવા દો.  

  • Follow us on: