- એકમેકને મેણા ટોણા મારવાનું ટાળો
- સોશિયલ મીડિયા પર એકમેક માટે કંઈ ન લખો
- જે મુદ્દા પર લડાઈ થઈ છે તેને ઉકેલી લો તે જરૂરી
સંબંધ કોઈ પણ હોય દરેક સમયે તેમાં પ્રેમ સંપૂર્ણ રીતે રહેલો જોવા મળતો નથી, સંબંધોની વચ્ચે ઉતાર ચઢાવ સતત આવતા રહે છે અને તે સામાન્ય પણ હોય છે. પતિ પત્નીનો સંબંધ તેમાં અપવાદ નથી. પતિ પત્નીના સંબંધમાં પ્રેમ સાથે નોકઝોક પણ સામેલ હોય છે. અનેકવાર આ નોકઝોક એટલો વધી જાય છે કે બંને પોતાના રસ્તા અલગ અલગ કરવાનો નિર્ણય કરી લેતા હોય છે. આજે અમે તમને એવી ટિપ્સ આપી રહ્યા છીએ જે પતિ પત્નીના અંતરને ખતમ કરી દેશે. જ્યારે પણ પતિ પત્નીની વચ્ચે ઝઘડો થાય છે તો તેના પછી પણ તણાવ કાયમ રહે છે. આ માટે ક્યારેક તેઓ ત્યાં જ અટકી જતા હોય છે. જો આ ભૂલથી બચવું હોય તો પતિ પત્નીનો સંબંધ ફરીથી પ્રેમથી ભરાઈ જશે. તો જાણો કઈ 3 ભૂલો છે જે ન કરવી.
પહેલી ભૂલ
ઝઘડો કર્યા બાદ પતિ પત્ની ખાસ કરીને એકમેકને એમ દેખાડવાની કોશિશ કરે છે કે કંઈ થયું નથી. તે વધારે સમય સુધી એકમેકની સાથે વાત પણ કરતા નથી પણ તેનાથી સમસ્યા ઉકેલાતી નથી. આ આદત ખોટી છે. ઝઘડો કર્યા બાદ ગુસ્સો ઠડો થાય તો બંનેએ મળીને એકમેકની સાથે વાત કરવી અને એકમેકની માફી માંગવી.
બીજી ભૂલ
સોશિયલ મીડિયામાં જોવા મળ્યું છે કે અનેક કપલ્સ ઝઘડા બાદ સોશિયલ મીડિયા પર એકમેકને મેણા ટોણા મારતા રહે છે અને સાથે પોતાને સાબિત કરવાની કોશિશ કરે છે. આવું કરવું સંબંધોને તોડી શકે છે. આ સિવાય તમારી પર્સનલ વાતોને સાર્વજનિક કરો. આ માટે જ્યારે પણ ઝઘડો થાય તો સોશિયલ મીડિયા પર તેના માટે કંઈ લખવાની ભૂલ ન કરો.
ત્રીજી ભૂલ
ખાસ કરીને પતિ પત્ની ઝઘડા બાદ વધારે વાત ન વધે તેમ વિચારીને મુદ્દાને ઉકેલતા નથી. આવું કરવું ખોટું છે. જે મુદ્દા પર લડાઈ થઈ છે તેને જરૂર ઉકેલવા જોઈએ. જેથી ભવિષ્યમાં ક્યારેય એવી મુસીબત ન આવે. મુદ્દા ઉકેલવા પર કોઈ સંબંધ આગળ વધી શકે છે. આ માટે એકમેકની સાથે વાત કરો અને લડાઈના મુદ્દાને ઉકેલો.