• દાળ, ચોખા સાથે મિક્સ કરો આ વસ્તુઓ
  • બાળકોના વિકાસ માટે કરશે મદદ
  • નહીં રહે પ્રિઝર્વેટિવ્સની કોઈ ઝંઝટ

આમ તો માર્કેટમાં અનેક પ્રકારના બેબી પાવડર બાળકોની ઉંમર અનુસાર મળી રહેતા હોય છે. આ સિવાય કેટલાક સેરેલેક એવા હોય છે જેમાં ફૂડ પ્રિઝર્વેટિવ્સ આવે છે. તેની શેલ્ફ લાઈફ વધારવા માટે કંઈ પણ પ્રિઝર્વેટિવ્સ વપરાય છે. તેમાં એડેડ શુગર પણ હોય છે, શક્ય છે આ વસ્તુઓ બાળકો માટે યોગ્ય ન હોય. તમે પણ જો બાળકો માટે સરળતાથી ઘરે જ સેરેલેક બનાવો છો તો તમારા બાળકોની હેલ્થ માટે લાભદાયી રહેશે.

6 મહિનાના બાળકને આપી શકાશે સેરેલેક

જ્યારે બાળક 6 મહિનાનું થાય ત્યારે તમે તેને સેરેલેક કે સોલિડ ફૂડ ખવડાવવાનું શરૂ કરી શકો છો. બેબી ફૂડમાં તમે એ તમામ ચીજોને સામેલ કરવા ઈચ્છો છો જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો જાણો ઘરની વસ્તુઓથી કઈ રીતે પ્રોપર ફૂડ ઘરે બનાવી શકાય છે જેથી બાળક હેલ્ધી રહે.

જોઈશે આ સામગ્રી

  • 1 કપ ચોખા
  • 2 ચમચી મગની દાળ
  • 2 ચમચી મસુરની દાળ
  • 2 ચમચી કાળી અડદની દાળ
  • 2 ચમચી ચણા
  • 7 નંગ બદામ
  • 2 ચમચી ફાડા
  • પાણી જરૂરિયાત અનુસાર

કેવી રીતે બનાવશો પાવડર

સૌથી પહેલા એક મોટો વાટકો લો અને 1 કપ ચોખા લઈને તેને ધોઈ લો. હવે પાણી કાઢી લો અને સાફ કિચન ટોવેલ પર તેને ફેલાવી લો. 30 મિનિટ સુધી સૂકાવવા દો. જલ્દી હોય તો તમે તેને તડકામાં પણ સૂકવી શકો છો. એક અન્ય બાઉલમાં તમામ અન્ય વસ્તુઓ મિક્સ કરો અને તેને પાણીથી ધોઈ લો. આ વસ્તુઓને પણ અલગ રૂમાલ પર ફેલાવી લો અને 30 મિનિટ સુધી સૂકવો. આ પછી ચોખાને કડાઈમાં લો અને તેને ધીમા ગેસે શેકો. આ માટે તમારે 10 મિનિટનો સમય લાગશે. આ પછી તેને પ્લેટમાં કાઢો અને ઠંડા કરો. જો દાળ સહિતની વસ્તુઓ સૂકાઈ ગઈ છે તો તમે તેને પેનમાં નાંખો અને શેકવાનું શરૂ કરો. ધીમા ગેસ પર તમામ વસ્તુઓ શેકો. આ પછી તેને પણ પ્લેટમાં ઠંડું કરવા રાખો. હવે મિક્સરમાં તમામ વસ્તુનો પાવડર બનાવી લો. ઝીણી ચારણીની મદદથી તમામ વસ્તુઓને ચાળી લો. આ પાવડરને એક એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. એક મહિના સુધી તમે તેને યૂઝ કરી શકશો.

કેવી રીતે બનાવશો સેરેલેક

એક પેનમાં 1 મોટી ચમચી મિશ્રણ લો. તેમાં 2 કપ પાણી મિક્સ કરો અને કોઈ ગટ્ઠા ન રહે તે રીતે તેને હલાવો. પેનને ધીમા ગેસ પર રાખો અને સતત હલાવતા રહો. 10-12 મિનિટ સુધી કે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકળવા દો. મિશ્રણ રૂમ ટેમ્પ્રેચર પર આવે ત્યારે બાળકને ખવડાવો.

શું મળશે

આ સેરેલેકમાંથી 910 કેલેરી, 182 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 29 ગ્રામ પ્રોટીન, 5 ગ્રામ વસા, 20 મિલીગ્રામ સોડિયમ, 262 મિગ્રા પોટેશિયમ, 12 ગ્રામ ફાઈબર, 1 ગ્રામ ખાંડ, એ 58 વિટામિન, 1 મિગ્રા વિટામિન સી, 100 મિગ્રા કેલ્શિયમ, 5 મિલિગ્રામ આયર્ન છે. ફાઈબર બાળકોના કબજિયાતને દૂર રાખે છે. 

  • Follow us on: