- મેકઅપ પહેલા પણ ચહેરાને વોશ કરી લેવો જરૂરી
- મેકઅપમાં પ્રાઈમરનો ઉપયોગ કરવાનું ચૂકશો નહીં
- મેકઅપ સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો તેનાથી મેકઅપ ખરાબ નહીં થાય
ગરમીની સીઝનમાં સૌથી વધારે સમસ્યા હોય તો તે પરસેવાને લઈને થતી રહે છે. તેના કારણે અનેક વાર આપણા કપડાંમાંથી પણ સ્મેલ આવે છે અને સાથે જ સુંદર ચહેરાનો મેકઅપ ખરાબ થવાના કારણે મૂડ પણ ખરાબ થાય છે. તમે કેટલો પણ મેકઅપ કરો પણ ઘરની બહાર નીકળતા કે જે તે સ્થાને પહોંચતા સુધી તમારી સુંદરતા છીનવાઈ જાય છે. આ સમયે તમને પણ એવું થતું હશે કે શું કરીએ તો તમારો મેકઅપ એવો જ રહે અને સાથે તમે ગરમીમાં પણ સુંદર દેખાઓ. તો જાણો કામની ટિપ્સ.
મેકઅપ પહેલા કરો આ તૈયારીઓ
મેકઅપ લગાવતા પહેલા સૌથી મહત્વપૂર્ણ છે કે તમે તમારા ચહેરાને સાદા પાણીથી સારી રીતે ધોઈ લો અને પછી તેને સ્વચ્છ ટુવાલથી લૂછી લો. તમે જે પણ ઉત્પાદનનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો તેને સ્કીન પર લગાવ્યા બાદ તેની અસર થવા દો. તેને સીધા જ એક પછી એક લગાવી ન લો.
ઓછો મેકઅપ કરો
ખરેખર તો ઉનાળાની ઋતુમાં તમારે મેકઅપને ટાળવો જોઈએ. પણ જો જરૂરી હોય તો તમારે ઓછો મેકઅપ કરવો. મેકઅપ માટે ક્લીંઝર, સીરમ, મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીન જેવી માત્ર 4 વસ્તુઓનો ઉપયોગ કરવાનું રાખો. ધ્યાનમાં રાખો કે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન બંને જેલ બેસ્ડ હોય તો વધારે સારો લૂક આવે છે.
પ્રાઈમરને ભૂલશો નહીં
પ્રાઈમર એ આપણા મેકઅપનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જે ખુલ્લા છિદ્રોને બંધ કરવામાં અને ચહેરા પર મેકઅપને જાળવી રાખવામાં મદદ કરે છે. તમને બજારમાંથી તમારી ત્વચાના પ્રકાર મુજબ પ્રાઈમર મળશે. ઉનાળાની સીઝનમાં માત્ર વોટરપ્રૂફ અથવા સ્વેટ પ્રૂફ અને ઓઈલ ફ્રી પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરો. તેનાથી તમારો મેકઅપ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય.
સેટિંગ પાવડર ભૂલશો નહીં
સેટિંગ પાઉડર કે જેને આપણે કોમ્પેક્ટ પાવડર પણ કહીએ છીએ, મેકઅપ પછી તેનો ઉપયોગ કરવો સૌથી જરૂરી છે. તમારી ત્વચા તૈલી હોય કે પછી ટી-ઝોન, ચિન અને ગાલ પર પાવડર લગાવવાનું ભૂલશો નહીં. જો તમે મેકઅપ કર્યા પછી પાવડરને 30-40 સેકન્ડ માટે રહેવા દો છો, તો તે તમારો મેકઅપ લાંબો સમય ટકી શકે છે.
સેટિંગ સ્પ્રે સાથે મેકઅપ સેટ કરો
જ્યારે પણ તમે મેકઅપ કરો તો તરત જ સેટિંગ સ્પ્રેની આદત રાખો. તેના વિના ઘરની બહાર જવું નહીં. નહીં તો તમારો મેકઅપ ફેલાઈ જશે અને તમારો લૂક પણ બગડશે. તો યોગ્ય રીચે સેટિંગ સ્પ્રેની સાથે મેકઅપ સેટ કરવાની આદત રાખો. ઘણી છોકરીઓને તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર નથી હોતી, તેથી જ્યારે પણ તમે સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો ત્યારે તેને ચહેરાથી 12 ઇંચના અંતરે રાખો અને તેને આખા ચહેરા પર સ્પ્રે કરો અને જ્યારે સ્પ્રે સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે જ ઘરની બહાર નીકળો.
Disclaimer : આ લેખ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે. આ વાતની સાથે સંદેશ સહમત નથી.