• ફ્રેન્ડ્સને ટેક્સ્ટ મેસેજ કરો
  • મિત્રો સાથે ટ્રિપ કરો પ્લાન
  • દોસ્તોને ડિનર પર ઈન્વાઈટ કરો

લગ્ન બાદ તમે તમારું પિયર છોડીને સાસરીમાં રહો છો. એવામાં પિયરનો સાથ તો છૂટે છે અને સાથે જ દોસ્તો પણ દૂર થઈ જાય છે. લગ્ન બાદ જો તમે તમારા દોસ્તોનો સાથ છોડી ચૂક્યા છો તો કેટલીક સરળ રીતે તમે તેમની સાથે રીકનેક્ટ કરીને તમારી બોન્ડિંગને વધારે મજબૂત બનાવી શકો છો. લગ્નની સાથે જીવનની નવી શરૂઆત થાય છે. એવામાં સાસરીની જવાબદારીની વચ્ચે મહિલાઓ દોસ્તોને ભૂલી જાય છે. થોડા સમય બાદ તમને પણ દોસ્તોની યાદ આવવા લાગે છે. તો એવામાં જાણો કેટલીક ખાસ ટિપ્સ જેની મદદથી તમે દોસ્તોની સાથેના સંબંધને વધારે મજબૂત બનાવી શકો છો. તો જાણો દોસ્તોને રીકનેક્ટ કરવાની ખાસ ટિપ્સ.

દોસ્તોને કરો મેસેજ

લગ્ન બાદ ઘણા સમય બાદ તમે દોસ્તોની સાથે ડાયરેક્ટ વાત કરવામાં ખચકાટ અનુભવો છો તો તમે ફ્રેન્ડ્સને ટેક્સ્ટ મેસેજ કરો. એવામાં તમે એક સારો મેસેજ કરીને દોસ્તોને સરળતાથી એપ્રોચ કરી શકો છો.

સોશિયલ મીડિયાની મદદ લો

જૂના દોસ્તોને શોધવા માટે તમે સોશિયલ મીડિયાની મદદ લઈ શકે છે. એવામાં દોસ્તોની શોધ કરીને તમે મેસેજથી તેના હાલ-ચાલ પૂછી શકો છો. તેનાથી દોસ્તોની સાથેની તમારી વાતચીત ફરી શરૂ થશે અને તમારી દોસ્તી વધવા લાગશે.

મિત્રો સાથે ટ્રિપ કરો પ્લાન

લગ્ન બાદ દોસ્તોની સાથે મેળ મિલાપ વધારવા માટે ટ્રિપ પ્લાન કરવી એ બેસ્ટ ઓપ્શન છે. તેનાથી ન તમે ફક્ત દોસ્તોની સાથે સમય પસાર કરી શકશો પણ ટ્રિપના સમયે મોજ મસ્તી કરીને જૂના દિવસોને ફરીથી એન્જોય કરી શકશો. એવામાં દોસ્તોની સાથે તમારું બોન્ડિંગ પણ સ્ટ્રોન્ગ બનશે.

દોસ્તોને ડિનર પર ઈન્વાઈટ કરો

લગ્ન બાદ દોસ્તોને ફરીથી એપ્રોચ કરીને તમે તેમને ઘરે ડિનરને માટે ઈન્વાઈટ કરી શકો છો. આ સિવાય તમે બહાર પણ પાર્ટી પ્લાન કરી શકો છો. દોસ્તોની ફેવરિટ ડિશ ઓર્ડર કરીને તમે તેમને સ્પેશિયલ ફીલ કરાવવાની સાથે સાથે દોસ્તીને પણ મજબૂત બનાવી શકો છો.

ઘરે જઈને સરપ્રાઈઝ આપો

તમે દોસ્તોના ઘરે જઈને પણ તેમને સરપ્રાઈઝ કરી શકો છો. તમને અચાનક જોઈને તેઓ ખુશ થશે અને તમારી દોસ્તીની ગાડી ફરીથી સ્ટાર્ટ થઈ જશે.  

  • Follow us on: