- આજે લગ્નના બંધનમાં બંધાશે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ
- બંનેના આઉટફિટ સબ્યાસાંચીએ કર્યા છે ડિઝાઈન
- લગ્નમાં સાઉથ ઈન્ડિયન ક્યૂઝીનનો કરાયો છે સમાવેશ
એકટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ હંમેશા માટે આજે એકમેકના લેશે. આજે બપોરે 4 વાગે તેઓ લગ્નના બંધનમાં બંધાશે. કપલના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલાના ફાર્મહાઉસમાં યોજાઈ રહ્યા છે. ગઈકાલે રાતે સંગીતનું ફંક્શન યોજાયું હતું અને આજે તેમના લગ્ન થશે.
ખાસ હશે કપલનો વેડિંગ ડ્રેસ
આથિયા અને કેએલ રાહુલના લગ્નમાં કપલના વેડિંગ ડ્રેસની વાત ન કરાય તે શક્ય નથી. મળતી માહિતી અનુસાર બંનેએ રેડ નહીં પણ પોતાના ખાસ દિવસ માટે વ્હાઈટ અને ગોલ્ડન કલરના વેડિંગ ડ્રેસને ફાઈનલ કર્યા છે. આશિયા અને કેએલ રાહુલ સબ્યાસાંચીના વેડિંગ આઉટફિટ પહેરીને જીવનની નવી સફરની શરૂઆત કરશે.
ખાસ હશે લગ્નનું ભોજન
મળતી માહિતી અનુસાર આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં સાઉથ ઈન્ડિયન ક્યૂઝીન રાખવામાં આવ્યું છે. આ સિવાય મહેમાનોને પ્લેટ્સમાં નહીં પણ ટ્રેડિશનલ સાઉથ ઈન્ડિયાન સ્ટાઈલમાં કેળાના પાન પર ભોજન પીરસાશે.
સૌને ખ્યાલ છે તેમ આથિયા અને કેએલ રાહુલ આજે સાંજે 4 વાગે પોતાના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં 7 ફેરા લેશે અને લગ્નના બંધનમાં બંધાશે. રિવાજો પૂર્ણ કર્યા બાદ કપલ સાંજે 6.30 વાગે પેપરાજી અને મીડિયા સાથે મીટિંગ કરશે. લગ્નમાં લગભગ 100 લોકો સામેલ થશે.
લગ્નમાં કોણ હશે મહેમાન
ખંડાલામાં થઈ રહેલા આથિયા- રાહુલના લગ્નમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, એમ એસ ધોની સહિત અનેક મહેમાનો ભાગ લેશે. તેઓ કપલને પોતાના બ્લેસિંગ્સ આપશે.
વેડિંગ રિસેપ્શન
કપલના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલાના બંગલામાં થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના મુંબઈમાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન રખાશે. કપલના રિસેપ્શનમાં બોલિવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ અને રાજનીતિની દુનિયાની અનેક મોટી હસ્તીઓ હાજર રહેશે. માહિતી મળી રહી છે કે રિસેપ્શનમાં 3 હજાર મહેમાનોને ઈન્વિટેશન અપાશે.