- Realme બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસડર
- Realme 9 પ્રો સ્માર્ટફોન સાથે મળ્યો છે જોવા
- રાહુલનો પ્રાઈમરી સ્માર્ટફોન iphone 13 છે
ક્રિકેટર કેએલ રાહુલ કોઈના વખાણ પર નિર્ભર નથી, તે ઘણીવાર ક્રિકેટના કારણે હેડલાઈન્સમાં રહે છે. પરંતુ આ દિવસોમાં કેએલ રાહુલ તેના લગ્નને કારણે ચર્ચામાં છે. તે બોલિવુડ સ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કરી રહ્યો છે. કેએલ રાહુલની ચર્ચાનું કારણ તેનો સ્માર્ટફોન છે. કેએલ રાહુલ ટ્વિટર પર સ્માર્ટફોન સાથે જોવા મળે છે. આવી સ્થિતિમાં યુઝર્સ ચર્ચા કરી રહ્યા છે કે તેઓ કયા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે?
શા માટે કેએલ રાહુલના સ્માર્ટફોનની છે ચર્ચા
કેએલ રાહુલ લગ્નને લઈને ચર્ચામાં છે. આવી સ્થિતિમાં તેના ચાહકો તેના વિશે બધું જાણવા માંગે છે, આવી જ એક ચર્ચા એલ રાહુલના સ્માર્ટફોન પર થઈ રહી છે.
Realme ફોન કરે છે યૂઝ
ઉલ્લેખનીય છે કે રાહુલ હાલમાં કયો સ્માર્ટફોન યૂઝ કરે છે તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી પણ તે Realme બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસડર છે. એવામાં તે અનેક અવસરો પર Realme સ્માર્ટફોનની સાથે સ્પોટ થયા છે. હાલમાં કેએલ રાહુલને Realme 9 પ્રો સ્માર્ટફોન યૂઝ કરતા જોવા મળ્યા છે.
પ્રાઈમરી ફોન છે iphone
ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલને એક ટ્વિટરની પોસ્ટમાં આઈફોન 12 સીરિઝના સ્માર્ટફોનની સાથે સ્પોટ કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યા છે. આ ટ્વિટર પોસ્ટ 24 એપ્રિલ 2020ની છે. એવી પણ માન્યતા છે કે રાહુલનો પ્રાઈમરી સ્માર્ટફોન આઈફોન 13 છે જ્યારે પ્રમોશન ઈવેન્ટના સમયે તે Realme સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. 2022માં આઈફોન 14 સીરીઝના સ્માર્ટફોનને લોન્ચ કરી દેવાયો છે.