• આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે
  • આ દિવસે લોકો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે
  • જન્માષ્ટમીના દિવસે ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે

આવતીકાલે એટલે કે 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવારને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણના ભક્તો ઉપવાસ કરે છે અને તેમને અર્પણ કરવા માટે ઘણી વાનગીઓ અને મીઠાઈઓ પણ તૈયાર કરે છે. જો તમે પણ આ વખતે ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો તો તમે પણ આ વાનગીઓ બનાવો. આ ઈન્સ્ટન્ટ રેસિપી જાણો, જે ટેસ્ટી અને હેલ્ધી હશે અને ઝડપથી તૈયાર પણ થશે.

સાબુદાણામાંથી તૈયાર થતી વાનગીઓ

આજે અમે તમને સાબુદાણામાંથી બનતી પાંચ પ્રકારની વાનગીઓ વિશે જણાવીશું, જેને તમે ઓછા સમયમાં ઘરે સરળતાથી બનાવી શકો છો. આ સિવાય તે સ્વાદિષ્ટ પણ છે.

સાબુદાણાની ટેસ્ટી ખીર

સાબુદાણાનો ઉપયોગ કરીને તમે ઓછા સમયમાં ટેસ્ટી સાબુદાણાની ખીર બનાવી શકો છો. આ સૌથી લોકપ્રિય અને સરળ ફરાળી વાનગી છે. તેને બનાવવા માટે સાબુદાણાને દૂધ અને ખાંડમાં પલાળવામાં આવે છે અને તેમાં એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ધીમી આંચ પર સારી રીતે ઉકાળવામાં આવે છે. તે પછી તેને સર્વ કરવામાં આવે છે.

સાબુદાણા ટિક્કી

આ સિવાય તમે સાબુદાણાનો ઉપયોગ કરીને સાબુદાણાની ટિક્કી બનાવી શકો છો. સૌપ્રથમ સાબુદાણા પલાળી દો. આ ટિક્કી બનાવવા માટે ફરાળી લોટનો ઉપયોગ કરી શકો છો અને તેમાં ફરાળી મીઠું એડ કરીને પેસ્ટ તૈયાર કરો અને ત્યારબાદ તેને ટિક્કી શેપ એટલે કે ગોળ કે મનપસંદ શેપ આપો. ત્યારબાદ તેને તળવામાં અથવા બેક કરવામાં આવે છે.

સાબુદાણાનો ઉપમા

તમે ઓછા સમયમાં ઘરે સાબુદાણાનો ઉપમા બનાવી શકો છો. તેને બનાવવા માટે એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો, તેમાં લીલા મરચાં, સમારેલા બટાકા અને પીસેલા મગફળીને ફ્રાય કરો, ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરીને બરાબર શેકાવો દો. હવે તેમાં ફરાળી મીઠું ઉમેરો અને તેને 2 મિનિટ સુધી બનવા દો, પછી તેને સર્વે કરો.

સાબુદાણાનો હલવો

તમે ઘરે સાબુનો હલવો પણ બનાવી શકો છો. તેને બનાવવા માટે, ઘીમાં પલાળેલા સાબુદાણાને તળી લો, તેમાં ખાંડ, દૂધ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને બરાબર બનાવો. હવે તેને એક પ્લેટમાં કાઢી તેની પર ડ્રાય ફ્રૂટ્સ નાખી સર્વ કરો.

સાબુદાણાના વડા

સાબુદાણાના વડા બનાવવા માટે સાબુદાણાને પલાળીને ગ્રાઈન્ડ કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં બટાકા, લીલા મરચા, કોથમીર અને અન્ય ફરાળી મસાલા ઉમેરીને વડા બનાવવામાં આવે છે. તેને તળવામાં અથવા શેકીને પીરસવામાં આવે છે. તમે ઘરે આ પાંચ વાનગીઓ બનાવી શકો છો. આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફરાળી વાનગીઓ બનાવીને તમે ઉપવાસની મજા માણી શકો છો.

  • Follow us on: