- નવા વેરિઅન્ટનો પહેલો કેસ કેરળમાં આવ્યો હતો
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ છે જરૂરી
- ગળામાં ખરાશ, નાક વહેવું, આંખમાંથી પાણી નીકળવું છે લક્ષણો
ભારતમાં કોરોનાનો પ્રકોપ ફરીથી શરૂ થયો છે. આ વખતે ઓમિક્રોન પરિવારનો એક નવો વેરિઅન્ટ જેએન.1 આફત બનીને સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં શુક્રવારે કોરોનાના 640 નવા કેસ સામે આવ્યા છે અને કુલ કેસની સંખ્યા વધીને 2997 થઈ છે.
WHOએ વેરિઅન્ટને ગણાવ્યો વેરિઅન્ટ ઓફ કન્સર્ન
કોરોનાના નવા વેરિઅન્ટ જેએન.1ને ઘાતક માનવામાં આવી રહ્યો છે અને ડબલ્યૂએચઓએ તેને વેરિઅન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યું છે.
કેરળમાં મળ્યો હતો પહેલો કેસ
ભારતમાં નવા વેરિઅન્ટનો પહેલો કેસ આ મહિનાની શરૂઆતમાં કેરળમાં મળ્યો હતો. હવે તે અનેક રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે.
કોરોનાથી 6 લોકોના મોત
હાલમાં કોરોનાના કારણે 6 લોકોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે નવા કેસ ઝડપથી વધી રહ્યા છે.
JN.1ના લક્ષણ
JN.1ના લક્ષણ ફ્લૂ સાથે મળતા આવે છે. તો તમારે સતર્ક રહેવું. પેટની તકલીફો, ગળામાં ખરાશ, નાક વહેવું, આંખમાં પાણી આવવા, તાવ અને ઉલ્ટી સાથે લૂઝ મોશનની સમસ્યા વધે છે.
સોશિયલ ડિસ્ટન્સ છે જરૂરી
શરદી અને ખાંસીથી પીડિત લોકો સાથે દૂરી બનાવીને રાખો. આ તેને ફેલાતો રોકવાનો કારગર ઉપાય છે.
ટ્રિપલ લેયરના માસ્ક પહેરો
કોરોનાના જૂના નિયમનું પાલન કરો, ટ્રિપલ લેયર માસ્ક પહેરો અને હાથ ધોતા રહો. લક્ષણ દેખાય તો તપાસ કરાવો. ખાંસી અને છીંક આવે તો મોઢાને કવર કરો.