બાળકોની ઉંમર ભલે ગમે તેટલી હોય, આજના આજના સમયમાં બાળકોની ખાવા-પીવાની રીતભાત પુખ્ત વયના લોકો કરતા પણ ઓછી નથી હોતી, બાળકો બજારમાં મળતી વાનગીઓ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. વાલીઓ સવારમાં એ વિચારમાં વ્યસ્ત હોય છે કે તેમના બાળકના ટિફિનમાં શું પેક કરવું જેથી ટિફિન બોક્સ ખાલી ન આવે. જો તેને લઈને મુંઝવણમા છો તો આ ઝડપી અને સરળ ગ્રીન ચટણી સેન્ડવીચ સાથે શરૂ કરી શકાય છે.
ગ્રીન ચટણી સેન્ડવીચ બનાવવામાં તમને લગભગ 10 મિનિટ જેટલો સમય લાગશે. પરંતુ તેનો સ્વાદ દિવસભર તમારા બાળકની જીભ પર રહેશે. તે બનાવવું ખૂબ જ સરળ છે. બાળકોને આજકાલ પેકેટ્સના નાસ્તા ખાવા ખૂબ જ પસંદ હોય છે પરંતું જો તમે તેમને હેલ્દી નાસ્તા ટિફીનમાં આપવા માંગતા હોવ તો આ રેસીપી અપનાવો. બાળકો આખો દિવસ તેના વખાણ કરશે.
ગ્રીન ચટણી સેન્ડવીચ સામગ્રી
સૌ પ્રથમ ગ્રીન ચટણી સેન્ડવિચ બનાવવા માટે, ફક્ત ઘરે ઉપલબ્ધ સામગ્રીની જરૂર પડશે. આ માટે તમારે બજારમાંથી અલગથી કંઈપણ ખરીદીને લાવવું નહીં પડે અને અને સમયનો બચાવ પણ છઈ જશે આ સેન્ડવીચ જલ્દી પણ બની જશે તો જાણો ગ્રીન ચટણી સેન્ડવીચ બનાવવા માટે કઈ કઈ ચીજવસ્તુઓની જરૂર પડશે.
જેમકે 20 બ્રેડના ટુકડા, 10 ચમચી માખણ, 2 ચમચી ચાટ મસાલો, 1/2 કપ સમારેલી ઝીણી કોથમીર, 2 ચમચી સમારેલી પાલક, 1 બ્રેડના ટુકડા, 3/4 ચમચી બારીક સમારેલા લીલા મરચા, 1/2 લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું
ગ્રીન ચટણી સેન્ડવીચ રેસીપી:
ગ્રીન ચટણીની બધી સામગ્રીને અઢી ચમચી પાણી સાથે મિક્સરમાં મિક્સ કરો અને તેની પેસ્ટ બને ત્યાં સુધી પીસી લો. પ્લેટમાં 2 બ્રેડ સ્લાઈસ મૂકો. દરેક બ્રેડ સ્લાઈસ પર 1/2 ચમચી માખણ સરખી રીતે લગાવી દો ત્યારબાદ બ્રેડ સ્લાઈસ પર 1/2 ચમચી ગ્રીન ચટણી ફેલાવો. ચટણી સાથે બંને બ્રેડ સ્લાઈસ પર થોડો ચાટ મસાલો સરખી રીતે છાંટી દો. હવે પછી એક બ્રેડ સ્લાઈસની ઉપર બીજી સ્લાઈસ મૂકો. તમારી સેન્ડવિચ તૈયાર છે. તમારા સ્વાદ પ્રમાણે શેકી અથવા તો શેલો ફ્રાય કરીને પણ ખાઈ શકે છો.
Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના ફિઝિશિયનની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.