ગધેડીના દૂધમાંથી બનતું પનીર દુનિયાનું સૌથી મોંઘુ પનીર કહેવાય છે. પનીર પ્રોટીન સ્ત્રોત માનવામાં આવે છે. જ્યારે ગધેડીના દૂધમાંથી બનતા પનીરને પોષકતત્ત્વોનો ભંડાર કહી શકાય. ગધેડીની દૂધમાંથી બનતા પનીરમાં રહેલા પોષક તત્ત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવા સાથે ઉર્જાનો સંચાર કરે છે. અને એટલે જ આ પનીરની અમીરોમાં પણ ખૂબ માગ વધી રહી છે.


પનીરની કિમંતમાં સોનું આવી જાય

ગધેડીના દૂધમાંથી બનેલા પનીરની કિમંતમાં સોનું આવી જાય તેવુ લોકો કહે છે. ગધેડાનું દૂધ, જેને લોકો મહત્વ આપતા નથી, તે આટલું મોંઘુ અને ફાયદાકારક હોઈ શકે છે. ગધેડીના દૂધમાંથી બનેલા પનીર અને ચીઝ ખૂબ મોંઘા હોય છે. જેમને સામાન્ય ગાય અને ભેંસના દૂધમાંથી બનેલા પનીરની કિંમત મોંઘી લાગે છે, તેઓ ગધેડીના દૂધમાંથી બનેલા પનીરની કિંમત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશે.

લિક્વિડ ગોલ્ડ

ગધેડીનું દૂધ આખી દુનિયામાં લિક્વિડ ગોલ્ડ તરીકે ઓળખાય છે.ગધેડીનું આ પનીર ખાસ પ્રજાતિમાંથી બને છે. સર્બિયામાં જોવા મળતા ગધેડાની ખાસ જાતિ 'બાલ્કન'ના દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે.ગધેડીના દૂધમાંથી બનેલા પનીરની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. આ પનીરમાં રહેલા જબરદસ્ત પોષક તત્વોના કારણે તે આટલું મોઘું છે અને અમીરોમાં પણ તેની ડીમાન્ડ વધી છે. આ પનીરમાં પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, કેલ્શિયમ અને સૌથી અગત્યનું લાઇસોઝાઇમ રહેલા છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

આટલું મોંઘું કેમ ગધેડીનાં દૂધનું પનીર?

ભારતમાં પનીરની કિમંત સામાન્યપણે 300-400 રૂપિયા પ્રતિ કિલોહોય છે. સામાન્ય માણસની થાળીમાં આ પનીર ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે સર્બિયાની ગધેડીના દૂધમાંથી બનેલા પનીરની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. આ ગધેડીનું દૂધ આખી દુનિયામાં લિક્વિડ ગોલ્ડ તરીકે ઓળખાય છે. આ પનીરમાં રહેલા શરીર માટે જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો હોવાથી તેની કિમંત લાખોમાં છે.

ગધેડીના દૂધની જાણો વિશેષતા

ગધેડીના દૂધમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગુણ વાયરસ સંબંધતિ રોગ સામે લડવાની શક્તિ આપે છે. એવું પણ કહેવાય છે કે રોમન રાણી ક્લિયોપેટ્રા ચમકતી ત્વચા માટે આ દૂધથી સ્નાન કરતી હતી. ગધેડીનું દૂધ એટલું મોંઘુ છે કારણ કે તે દિવસમાં માત્ર 200 થી 300 મિલી દૂધ આપે છે. આવી સ્થિતિમાં, એક લિટર દૂધ માટે ઘણા ગધેડાઓની જરૂર પડે છે. તેને ચીઝમાં રૂપાંતરિત કરવાનો પ્રોસેસિંગ ખર્ચ ઘણો વધારે છે. એટલે કે જો 25 કિલો ગધેડીનું દૂધ કાઢવામાં આવે તો તેમાંથી ફક્ત એક કિલો ચીઝ જ બનાવી શકાય છે.

ગધેડીના દૂધ લેક્ટિક એસિડ વધુ હોય છે

એક લિટર ગધેડીના દૂધની કિંમત અંદાજે પ્રતિ લિટર 5000 રૂપિયા સુધીની હોય છે. તેના દૂધમાં લેક્ટિક એસિડ વધુ હોય છે, જેના કારણે કોઈને પેટ સંબંધિત કોઈ સમસ્યા થતી નથી. તેમાં ગાય અને ભેંસના દૂધ કરતાં વધુ ગુણો પણ હોય છે, તેથી જ તેનો ઉપયોગ ઘણા સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. ભારતમાં ઘણા સ્ટાર્ટઅપ્સ ગધેડાના દૂધ પર કામ કરી રહ્યા છે. તેની ખેતી ગુજરાત અને તમિલનાડુમાં પણ થઈ રહી છે. 

  • Follow us on: