ચમકદાર સફેદ દાંત વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધારે છે. જો આત્મવિશ્વાસ હશે તો વ્યક્તિ કોઈપણ કામ કરવામાં ડરશે નહીં. જે લોકોના દાંત કુદરતી રીતે સફેદ હોય તેમના માટે તે સારું છે, પરંતુ જેમના દાંત પીળા હોય છે તે હંમેશા કોઈપણ ઈવેન્ટ પહેલા ડેન્ટિસ્ટ પાસે દાંત સાફ કરાવવા જાય છે. દાંત સફેદ કરવા માટેની આ સારવાર ખૂબ ખર્ચાળ છે. કેટલાક લોકો માટે આ ટ્રીટમેન્ટ વારંવાર કરવાવી ખૂબ જ ખર્ચાળ છે. ઘણી મોંઘી ટૂથપેસ્ટ છે જે તમારા દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. પરંતુ આ પેસ્ટ દાંતના સ્વાસ્થ્યને બગાડી શકે છે. તમને એક સરળ ઘરેલું ઉપાય જણાવીએ જેનાથી તમારા દાંત ઘરે જ ચમકશે.
જાણો શું છે આ ઘરેલું ઉપાય
આ હાઈડ્રોજન પેરોક્સાઈડ અને બેકિંગ સોડાનું મિશ્રણ છે. હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ દાંતને સફેદ કરવા માટે થાય છે. હાઈડ્રોજન પેરોક્સાઈડ એક ડિસઈન્ફેક્ટેન્ટ છે જે રંગીન વસ્તુઓને સફેદ કરી શકે છે. તેમાં રહેલા ગુણોને કારણે ધીરે ધીરે દાંતમાં પીળાશ દૂર થવા લાગે છે.
કેવી રીતે બનાવવી પેસ્ટ?
બનાવવા માટે આ સામગ્રીની પડશે જરૂર
1 ચમચી ખાવાનો સોડા
2 ચમચી 3% સોલ્યુશન વાળું હાઈડ્રોજન પેરોક્સાઈડ
1 વાટકી
1 બ્રશ
હવે બાઉલમાં બેકિંગ સોડા અને હાઈડ્રોજન પેરોક્સાઈડ બ્રશની મદદથી મિક્સ કરો. આને ત્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી તે ઘટ્ટ પેસ્ટ જેવું ન થઈ જાય. જો મિશ્રણ શુષ્ક અથવા ભીનું થઈ જાય, તો પછી આ વસ્તુઓને ધીમે ધીમે ઉમેરો.
કેવી રીતે કરવો ઉપયોગ?
તમારે તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. તમારા બ્રશને આ પેસ્ટમાં ડુબાડીને થોડી પેસ્ટ લગાવો. આ પછી તમારા દાંતને તેનાથી બ્રશ કરો. બ્રશ કરવા માટે તમારે બ્રશને ગોળાકાર ગતિમાં ધીમેથી ફેરવવું પડશે. લગભગ 10 મિનિટ સુધી આ રીતે બ્રશ કરો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. ધ્યાનમાં રાખો, તમારે આ દરરોજ કરવાની જરૂર નથી અને વધારે માત્રામાં તેનો ઉપયોગ કરવાની જરૂર નથી. આમ કરવાથી પેઢા નબળા પડી જાય છે અને બળતરા પણ થાય છે. સાવધાની સાથે આ ઉપાય અજમાવો.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ ઉપાય કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.