• ઓસ્ટ્રેલિયાનું મુક્તિ ગુપ્તેશ્વર મંદિર દુનિયામાં ફેમસ
  • ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાના શિવમંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર
  • શ્રીલંકાનું મુન્નેશ્વરમ અને મલેશિયાનું શિવમંદિર પણ છે ફેમસ

હિન્દુ ધર્મમાં દર વર્ષે ફાગણ મહિનામાં મહાશિવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે 8 માર્ચ 2024ના રોજ શિવરાત્રિની ઉજવણી કરાશે. આ દિવસે ભગવાન મહાદેવના મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહે છે. મહાદેવના પ્રસિદ્ધ મંદિરોની વાત કરીએ તો ભારતમાં 12 મુખ્ય જ્યોતિર્લિંગ છે જે શિવજીને સમર્પિત છે. કાશીને શિવનગરી કહેવાય છે. પણ શું તમે જાણો છો કે ભારત સિવાય પણ વિદેશમાં અનેક મંદિરો છે જેમાં ભોલેનાથની ભક્તિ માટે ભક્તોની લાઈનો લાગે છે. તો જાણો આ મંદિરોને પણ.

દેશ-વિદેશમાં છે આ પ્રસિદ્ધ શિવ મંદિર

પશુપતિનાથ મંદિર, નેપાળ

ભારતના પાડોશી દેશ નેપાળની વાત કરીએ તો અહીં ભગવાન શિવનું સૌથી જાણીતું પશુપતિનાથ મંદિર છે. શિવરાત્રિના દિવસે અહીં લાખો શિવભક્તો દર્શન કરવા આવે છે. આ મંદિર નેપાળની રાજધાની કાઠમંડૂમાં આવેલું છે. માન્યતા છે કે જે લોકો કેદારનાથના દર્શન બાદ પશુપતિનાથના દર્શન કરે છે તેમને ધરતી પર ફરી જન્મ લેવો પડતો નથી.

મુન્નેશ્વરમ, શ્રીલંકા

શ્રીલંકામાં પણ મુન્નેશ્વરમ નામથી ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિર રામાયણ કાળનું છે. આ મંદિરને વિશે માન્યતા છે કે રાવણનો વધ કર્યા બાદ ભગવાન રામે આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી હતી. મહાશિવરાત્રિના દિવસે આ મંદિર શ્રદ્ધાળુઓની ભીડથી ઉમટી પડે છે.

અરુલ્મિગ શ્રીરાજા કલિયામ્મન મંદિર, મલેશિયા

આ પ્રસિદ્ધ શિવ મંદિર મલેશિયામાં આવેલુ છે. આ મંદિરનું નિર્માણ 1922માં થયું હતું. મંદિરની ખાસિયતની વાત કરીએ તો આ મંદિર કાચનું બનેલું છે અને તેની દીવાલો પર લગભગ 300000 રુદ્રાક્ષની માળા જડેલી છે.

પ્રમ્બાનન મંદિર, ઈન્ડોનેશિયા

ભગવાન શિવનું આ પ્રસિદ્ધ મંદિર ઈન્ડોનેશિયાના જાવામાં આવેલું છે. આ મંદિર 8 મંદિરોનો એક સમૂહ છે. તેને સ્થાનિક રીતે ગોપુરના નામે ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 850 ઈસા પૂર્વમાં થયું હતું. સૌથી પહેલા આ મંદિર બન્યું હોવાની માન્યતા છે. ભગવાન શિવના આ મંદિરની દીવાલો પર ભગવાન વિષ્ણુ, હનુમાનજીના શિલાલેખ, રામાયણ કાળની તસવીરો અને અન્ય દેવી દેવતાઓના ફોટો છે. મહાશિવરાત્રિના દિવસે અહીંની સુંદરતા મનને શાંત કરે છે.

મુક્તિ ગુપ્તેશ્વર મંદિર, ઓસ્ટ્રેલિયા

ભગવાન શિવના મુક્તિ ગુપ્તેશ્વર મંદિર જે ઓસ્ટ્રેલિયામાં છે તે દુનિયાભરમાં જાણીતું છે. મહાશિવરાત્રિના દિવસે આ મંદિરની રોશની જોવા લાયક છે. આ શિવમંદિર ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલું છે. આ મંદિર દેખાવમાં ભવ્ય છે, અહીં મહાશિવરાત્રિના દિવસે ભક્તો દર્શનાર્થે આવે છે. 

  • Follow us on: