આજે સમગ્ર ગુજરાત ઉતરાયણના પર્વની ઉજવણીમાં ખીલી ઉઠ્યું છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ ઉડાવી ઉત્સવનો આનંદ માણ્યો હતો. તેમણે પતંગ ચગાવ્યા પછી ચીકીનો સ્વાદ પણ માણ્યો અને લોકોએ સલામતી સાથે પતંગબાજી કરવા અપીલ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ચાઈનીઝ દોરી અંગે સરકાર કડક પગલાં લઈ રહી છે અને કોઈ માટે આ દોરી ખતરનાક સાબિત ન થાય તે જરૂરી છે.


પતંગ ઉડાડવાની રમઝટ, લપેટ..લપેટ…

રાજ્યભરમાં ઉતરાયણના તહેવારમાં પતંગરસિકોનો ઉત્સાહ જોયો જઈ રહ્યો છે. વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી ભરી ગયું છે, અને પેચ લડાવવાના શોખીન મોજ માણી રહ્યા છે. આખા દિવસે પતંગબાજીનો હલચલ અને પતંગ ઉડાડવાની રમઝટ સૌને આકર્ષિત કરી રહી છે. પતંગબાજી સાથે લપેટ..લપેટ..બુમનો અવાજ સમગ્ર પોળમાં ગુંજતો રહે છે.ગુજરાતના ઉતરાયણ પર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ઉડાવી લોકોએ આનંદ માણ્યો. તેમણે સુરક્ષા માટે લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરી.

દરિયાપુર વિસ્તારના વાડીગામ ખાતે સ્થાનિક રહીશો મકરસંક્રાંતિના પર્વની ઉજવણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારના વાડીગામ ખાતે સ્થાનિક રહીશો સાથે કરી હતી.  મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીએ વાડીગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવીને પર્વનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીશ્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 

આ પણ વાંચો- Makar Sankranti 2026 : દેવપગલીના ગીતો અને હકાભાના હાસ્ય, અમદાવાદમાં સેલિબ્રિટીઝની અનોખી પતંગબાજી

  • Follow us on: