સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પતંગબાજોના અદભૂત કરતબોએ સુરતીઓનું દિલ જીતી લીધું હતું. આ મહોત્સવમાં કુલ 94 પતંગબાજોએ ભાગ લીધો હતો, જેમાંથી 45 પતંગબાજો ખાસ વિદેશથી પધાર્યા હતા. આકાશમાં વિવિધ આકાર, કદ અને સામાજિક સંદેશા આપતી થીમ પર આધારિત પતંગો ઉડાડવામાં આવી હતી. આ અનોખા પતંગોને જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો, વિદ્યાર્થીઓ અને રમતવીરો ઉમટી પડ્યા હતા, જેના કારણે રિવરફ્રન્ટ પતંગોના રંગોથી ઝળહળી ઉઠ્યું હતું.


અડાજણમાં પતંગ સાથે ડીજેનો તાલ

મહોત્સવ દરમિયાન માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ મનોરંજનનો પણ અદભૂત સંગમ જોવા મળ્યો હતો. ડીજેના તાલે પતંગબાજો અને સુરતીવાસીઓ ઝુમી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. વિદેશી પતંગબાજોએ પણ સુરતની મહેમાનગતિ અને અહીંના પતંગપ્રેમની પ્રશંસા કરી હતી. ઉતરાયણના તહેવાર પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમે સુરતમાં પતંગોત્સવનો માહોલ જમાવી દીધો છે અને સ્થાનિક સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય મંચ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો : Kheda News : કઠલાલ મર્ડર મિસ્ટ્રી સોલ્વ, વ્યાજની ઉઘરાણી કરતા મહિલાની હત્યા કરનાર આરોપી આબુથી ઝડપાયો

  • Follow us on: