દર વર્ષે આજનો દિવસ એટલે કે 14 જાન્યુઆરી એ સમગ્ર ભારતમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, લોકો તલ અને તલ આધારિત મીઠાઈઓ અને વાનગીઓનો આનંદ માણતા હોય છે.જો કે, મકરસંક્રાંતિનો તહેવાર તલના લાડુ વિના અધૂરો માનવામાં આવે છે. આ દિવસે તલમાંથી ઘણી અલગ અલગ મીઠાઈઓ પણ બને છે પણ તમે ક્યારેય તલના પરાઠા ખાધા છે? તલના પરાઠા કેવી રીતે બને છે આવો તેની સરળ રીત જાણીએ


તલના પરાઠા સ્વાસ્થય માટે ફાયદાકારક

તલના ગુણ ગરમ માનવામાં આવે છે. જે શિયાળાની ઋતુમાં તમારા સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ પરાઠા ખાવાથી તમારા શરીરને ગરમી મળે છે. આ ઉપરાંત, તલના પરાઠાનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. તલના પરાઠા સ્વાદમાં મીઠા હોય છે. જે મકરસંક્રાંતિના તહેવાર પર બનાવી શકો છો

તલના પરાઠા બનાવવા માટેની સામગ્રી

સૌ પ્રથમ ઘઉંનો લોટ 1 વાટકી, તલ અડધી વાટકી (શેકેલા), ગોળ 1 કપ, દેશી ઘી 50 ગ્રામ, નારિયેળનો પાવડર

તલના પરાઠા કેવી રીતે બનાવશો

1:

તલના પરાઠા બનાવવા માટે, સૌ પ્રથમ સામગ્રી તૈયાર કરા લો, બીજી બાજુ એક પ્લેટમાં ઘઉંનો લોટ ચાળી લો અને તેમાં ચપટી મીઠું, શેકેલા તલ અને નારિયેળના ટુકડા ઉમેરી બધાને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં ઓગાળેલો ગોળ ઉમેરો અને લોટને સારી રીતે મિક્સ કરી દો જેથી બધું મિશ્રણ સારી રીતે મિક્ષ થઈ જાય, કણક નરમ થઈ જાય, તો તેને 10 મિનિટ માટે ઠંડુ પડવા બાજુમાં મુકી દો.

2:

હવે ગેસ ચાલુ કરો, તેના પર એક તવા મૂકો, તેના પર ઘી લગાવો અને તેને ગરમ કરો. ત્યાં સુધી બાંધેલા લોટમાંથી લોયા બનાવી લો હવે તેમાંથી પરાઠા બનાવી પરાઠાને ગરમ તવા પર મૂકો, બંને બાજુ ઘી લગાવો અને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો . હવે તમારા સ્વાદિષ્ટ અને સ્વસ્થ તલના પરાઠા તૈયાર છે. હવે તેના પર સફેદ માખણ ઉમેરો અને ગરમાગરમ ચા સાથે ખાઈ શકો છો

  • Follow us on: