જો શિયાળામાં મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ રહી છે તો તમે ઘરે જ હલવો બનાવીને ખાઈ શકો છો. શક્કરિયાની હલવાની રચના ગરમ હોય છે, આ ખાવાથી મીઠાઈની લાલસા દૂર થાય છે. તેના ઘણા ફાયદા પણ છે.શક્કરિયાનો હલવો ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં ખૂબ જ સરળ છે.


શક્કરિયાના હલવાની રેસીપીઃ

આપણા ઘરોમાં સોજી, લોટ, ગાજર અને મગની દાળ જેવા ઘણા જ અલગ પ્રકારના હલવા બનતા હોય છે.પરંતુ જો તમે સ્વાદની સાથે સાથે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોવ તો શક્કરિયાનો હલવો ખાઓ. શક્કરિયાનો હલવો ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં ખૂબ જ સરળ છે. તો જાણીએ કે શક્કરિયાનો હલવો કેવી રીતે બનાવવો શું છે તેની રેસિપી...

સ્વીટ પોટેટો પુડિંગ માટેની સામગ્રી:

સૌ પ્રથમ તો 5 શક્કરીયા લો. 1 વાટકી ગોળ અને 4 ચમચી ઘી લો

3-4 એલચી પાવડર લો. 1 ચપટી કેસર,10-12 કાજુ અન્ય સુકા મેવા કપ દૂધ અથવા તો ક્રીમ

શક્કરિયાનો હલવો બનાવવાની સરળ રેસીપી:

સૌપ્રથમ શક્કરિયાને બાફી લો. ત્યારહૃબાદ તેને થોડું ઠંડુ પાડો તેને છોલીને મેશ કરી દો એક પેનમાં ઘી મૂકો અને તેમાં કાજુ અને કેસર ઉમેરો. થોડુ ગરમ થાય એટલે તેમાં છૂંદેલા શક્કરિયા ઉમેરી દો બીજી બાજુ કડાઈમાં ગરમ ​​પાણી લઈ તેમાં ઈલાયચી પાવડર અને એક વાટકી ગોળ નાખી ચાસણી બનાવો. જ્યારે શક્કરિયાનો રંગ બદલાવા લાગે ત્યારે તેમાં એક કપ ક્રીમ અથવા તો તેમાં દૂધ ઉમેરો. હવે તેમાં ગોળની ચાસણી ઉમેરીને બરાબર તેને પકાવી લો રાંધ્યા પછી હલવો તૈયાર છે. હવે તેમાં સૂકામેવા ઉમેરીને તેને ઢાંકી દો. હવે તેને ખાવા માટે સર્વ કરી શકાય છે.

વિટામિન સી:

શક્કરિયામાં વિટામિન સી સારી માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.આ ઋતુમાં તે શરીરને ઠંડક આપે છે.

ફાઈબર:

શક્કરિયામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે આંતરિક શુગરને કંટ્રોલ કરવામાં મદદરુપ કરે છે અને પાચનક્રિયામાંપણ સુધારો કરીને આરોગ્ય જાળવે છે.

કેલ્શિયમ અને મેગ્નેશિયમઃ

શક્કરિયામાં હાડકાના તંદુરસ્ત વિકાસ માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમનું યોગ્ય સંતુલન હોય છે. તે હાડકાંને મજબૂત કરીને ઓસ્ટીયોપોરોસીસ સામે રક્ષણ આપે છે



Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના ફિઝિશિયનની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.

  • Follow us on: