• મૂઠિયા બ્રેકફાસ્ટ માટે રહેશે બેસ્ટ
  • ટેસ્ટી મૂઠિયા ઘરના સૌને માટે બનશે બેસ્ટ ડિશ
  • ઘરમાં રહેલા મસાલાથી તૈયાર થશે પરફેક્ટ બ્રેકફાસ્ટ

અનેકવાર એવું બને છે કે તમે ખાવાનું બનાવો તો તે થોડું વધારે બની જાય છે તો ક્યારેક વધી જાય છે. જો રાતના સમયે ભાત વધી જાય તો તમે તેને વઘારીને ખાઈ લેતા હશો. પણ જો તમે આમાં ચેન્જ ઈચ્છો છો તો તમે તેની મદદથી સિમ્પલ અને અલગ મૂઠિયાની રેસિપી ટ્રાય કરી શકો છો. આ મૂઠિયા સ્વાદમાં ટેસ્ટી અને હેલ્ધી હોવાથી નાના મોટા સૌને માટે સારા રહે છે. તેનો ટેસ્ટ પણ સામાન્ય મૂઠિયા જેવો હોવાના કારણે ઘરના દરેક લોકો આ ડિશને પસંદ કરે છે. આ મૂઠિયા નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. તમે તેને ચાની સાથે કે પછી લીલી ચટણીની સાથે સર્વ કરી શકો છો. જો તમે આવું કંઈ ન ઈચ્છો તો તમે તેને ગરમાગરમ એકલા જ ખાશો તો પણ તમને મજા પડશે.

ભાતના મૂઠિયા

સામગ્રી

-1 કપ ઘઉંનો કકરો લોટ

-2 ટેબલસ્પૂન ઘઉંના ઝીણા ફાડા

-4 કપ ભાત

-1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર

-1/2 ટીસ્પૂન હળદર

- 5-6 પાન લીમડો

-1ટીસ્પૂન ધાણા પાવડર

-3 ટીસ્પૂન ખાંડ

-1 ટીસ્પૂન આદુની પેસ્ટ

-1 ટીસ્પૂન લસણની પેસ્ટ

-1 ટીસ્પૂન તેલ

-1/4 ચમચી લીંબુનો રસ

-1/2 કપ દહીં

વઘાર માટે

-1ટીસ્પૂન રાઈ

-1 ટીસ્પૂન તલ

-1 નંગ સૂકું લાલ મરચું

-1 ચપટી હિંગ

રીત

જો તમે ઝડપથી ટેસ્ટી બ્રેકફાસ્ટ બનાવવા ઈચ્છો છો તો તમે સૌપ્રથમ એક બાઉલમાં બધા જ મસાલા ભેગા કરો. હવે તેમાં દહીં નાંખીને બરાબર મિક્સ કરી લો. તમામ મસાલા સારી રીતે તૈયાર થાય ત્યારે તેમાં ધીમે-ધીમે ઘઉંનો કકરો લોટ અને ઝીણા ફાડા મિક્સ કરો. આ પછી તેની મદદથી મૂઠિયાના રોલ માટેનું મિશ્રણ તૈયાર કરી લો. ત્યારબાદ તેમાંથી મૂઠિયા વાળો. હવે મૂઠિયાને કૂકરમાં બાફવા માટે મૂકો. આ સિવાય તમે તપેલામાં પાણી રાખીને તેમાં પણ બાફી શકો છો. બફાઈ જાય એટલે તેને ઠંડા કરીને કટ કરી લો. ત્યારબાદ વઘારની તૈયારી કરો. સૌપ્રથમ એક વધારિયું લો અને વઘારિયામાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, લીમડો અને તલ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ અને મીઠો લીમડો નાંખીને અડધી મિનિટ માટે સાંતળો. હવે તેમાં મૂઠિયા નાંખીને થોડીવાર માટે સાંતળીને ગેસ બંધ કરો. ગેસ બંધ કરો ત્યારે તેની પર લીંબુનો રસ છાંટો. છેલ્લે ચટણી કે ચાની સાથે સર્વ કરો.

  • Follow us on: