• લહેંગાની સાથે શર્ટને પેયર કરીને મેળવો અલગ લૂક
  • ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગો અને શરારા પણ બેસ્ટ ઓપ્શન
  • લોન્ગ સ્કર્ટની સાથે ટોપ અને શ્રગ પણ કરી શકો છો કૅરી

15 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને આ સમયે ખેલૈયાઓ ખાસ લૂકમાં રમવાનું પસંદ કરશે. અનેક ખેલૈયાઓ એવા છે જેમને પરંપરાગત ચણિયાચોળી પસંદ હોતા નથી. આ સમયે તેઓ કેઝ્યુઅલ લૂકમાં જ ગરબા રમી લેતા હોય છે. જો તમે પણ આ વર્ષે કોઈ ખાસ લૂક ઈચ્છો છો તો તમે તમારા જ આઉટફિટ્સને વિવિધ રીતે કૅરી કરી શકો છો. તેનાથી તમે સુંદર લૂક મેળવી શકશો. તો જાણો નવો ટ્રેન્ડ પણ.

સાડી રહેશે હંમેશા ટ્રેન્ડમાં

કોઈ પણ ફેસ્ટિવ સીઝનમાં સાડીનો કોઈ જવાબ નથી. સાડી દરેક મહિલાને સુંદર લૂક આપે છે. આ નવરાત્રિએ તમે સીક્વિન સાડી, ઓર્ગેન્ઝા સાડી, પ્રી સ્ટિચ્ડ સાડી, સિલ્ક સાડીને પોતાના વોર્ડરોબમાં સામેલ કરી શકો છો. તમે નવરાત્રિ માટે રેડ, પિંક અને ઓરેન્જ સાડી કૅરી કરી શકો છો. રાજસ્થાની બાંધણી સાડી પણ નવરાત્રિમાં ટ્રાય કરીને અલગ દેખાઈ શકો છો.

લહેંગાની સાથે શર્ટને પેયર કરીને મેળવો અલગ લૂક

લહેંગાની સાથે તમે સિલ્ક કે શાર્ટિન ફેબ્રિકનું શર્ટ પેયર કરી શકો છો. ચમકદાર શર્ટ લહેંગાની સાથે ખાસ લૂક આપશે. તમે જો ડાંડિયા કે ગરબા કરવા તેને પહેરીને જશો તો તો લોકોની નજર તમારા પર જ રહેશે.

લોન્ગ સ્કર્ટની સાથે ટોપ અને શ્રગ

નવરાત્રિમાં લોન્ગ સ્કર્ટની સાથે ક્રોપ ટોપ અને તેના ઉપર શ્રગ પહેરો. આ ફેશન હાલમાં ટ્રેન્ડમાં છે. તે તમને અલગ લૂક આપશે. તેને પહેરીને તમે ડાંડિયા અને ગરબા રમી શકશો.

ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગો

આ નવરાત્રિએ ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગો પણ ટ્રાય કરી શકો છો. આ તમને એલિગન્ટ લૂક આપશે. માર્કેટમાં અનેક ઓપ્શન મળી રહેશે. તેને પહેરીને તમે ફક્ત કમ્ફર્ટેબલ જ અનુભવો છો એવું નથી પણ અલગ અને ડિસન્ટ લૂક મેળવી શકશો.

શરારા કરી શકો છો કૅરી

નવરાત્રિમાં શરારાને પણ તમે તમારી સ્ટાઈલમાં કૅરી કરી શકો છો. આ હાલમાં ટ્રેન્ડમાં છે. તેનાથી તમને ફેસ્ટિવ લૂક મળે છે. તમે તેને પહેરીને અલગ ફીલ કરશો અને સાથે જ ગરબાની મજા પણ માણી શકશો.  

  • Follow us on: