આજના ભાગદોડ ભરેલા જીવનમાં લોકો કામના તણાવ અને વ્યસ્ત દિનચર્યાને કારણે પોતાના સ્વાસ્થ્યની ગંભીર અવગણના કરતા હોય છે. પ્રદૂષણ, અનિયમિત ખાનપાન અને ઊંઘનો અભાવ સીધી રીતે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં ઉત્તમ પ્રદર્શન કરવા માટે સ્વાસ્થ્ય હંમેશા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. આ માટે રોજિંદા જીવનમાંથી માત્ર ૩૦ મિનિટ પોતાના માટે ફાળવવામાં આવે, તો તે શારીરિક રીતે સ્વસ્થ રાખવા સાથે માનસિક તણાવ પણ ઘટાડી શકે છે.

સવારની શરૂઆતની અદ્ભુત આદતો

સવારની શરૂઆત જો સાચી આદતોથી કરવામાં આવે તો આખો દિવસ શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે. પથારીમાંથી ઉઠતાની સાથે જ મોબાઈલ ફોન ચેક કરવાની ટેવ તણાવ વધારે છે, તેથી તેના બદલે જાગ્યા પછી ૨ થી ૩ મિનિટ આરામથી બેસીને ઊંડા શ્વાસ લો. આ પછી હૂંફાળું પાણી પીવું ખૂબ જ જરૂરી છે, કારણ કે રાત્રે લાંબા સમય સુધી પાણી વગર રહેવાથી શરીરને હાઇડ્રેટ કરવું અને પાચનતંત્રને સુધારવું મહત્વપૂર્ણ બને છે.

ડ્રાયફ્રૂટ્સ અને હળવા વ્યાયામનો પ્રયોગ

રાત્રે પાણીમાં પલાળેલી બદામ, કિસમિસ અને અંજીરનું સવારે સેવન કરવું સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. દાંત સાફ કર્યા બાદ બદામની છાલ ઉતારીને તથા કિસમિસ અને અંજીર ચાવીને ખાવાની આદત રાખવી જોઈએ (જોકે ડાયાબિટીસના દર્દીઓએ કિસમિસ ટાળવી). આ આહાર પછી ૧૫ મિનિટ માટે હળવી પ્રવૃત્તિ જેવી કે ચાલવું, સાયકલ ચલાવવી, સ્ટ્રેચિંગ કે યોગા કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. ૫ થી ૮ મિનિટ પ્રાણાયામ કે શ્વાસ લેવાની કસરત કરવી પણ ખૂબ લાભદાયી છે.

પૌષ્ટિક નાસ્તો અને મહત્વપૂર્ણ સલાહ

દિવસેલા નાસ્તામાં ક્યારેય લાપરવાહી ન દાખવવી જોઈએ અને હંમેશા પ્રોટીન તથા ફાઇબરયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ, જે આખો દિવસ ઉર્જા પૂરી પાડે છે. સવારે ખાલી પેટે ચા કે કોફી પીવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચોઃ Americaની આ સ્કૂલમાં નોકરી પર રખાઇ એક બિલાડી, કામ જાણીને તમે પણ કહેશો 'Oh My God'