ગયા વર્ષે જ્યારે અનંત અંબાણીના લગ્ન થયા ત્યારે તેની ચર્ચાઓ વિદેશોમાં પણ થઈ હતી. આ લગ્નની સજાવટથી લઈ ભોજન સુધી દરેક વસ્તુએ મહેમાનોનું મન જીતી લીધું હતું. દેશ-વિદેશની અનેક વખણાતી વાનગીઓ લગ્નના ભોજન માટે તૈયાર કરવામાં આવ્યા હતા. લગ્નમાં લોકોને ટમાટર ચાટ ખૂબજ પસંદ આવી હતી. ખાસ કરીને વરસાદના ઋતુમાં તો મસાલેદાર ચાટનું સ્વાદ કંઇક અલગ જ હોય છે. જો તમે પણ આ ચાટ ઘરે બનાવીને માણવા ઈચ્છો છો તો આ રહી રેસીપી.
ટામેટાં ચાટ બનાવવાની સામગ્રી
ટામેટાં – 4 (નાના સમારેલા)
બાફેલા બટાકા – 2
દેશી ઘી – 2 ટેબલ સ્પૂન
હિંગ – એક ચપટી
આદું છીણેલું– 1 ટીસ્પૂન
લીલું મરચા– 1
જીરૂ પાઉડર – 1 ટીસ્પૂન
લાલ મરચું પાઉડર – ½ ટીસ્પૂન
કાળું મીઠું – સ્વાદ મુજબ
મીઠું – સ્વાદ મુજબ
ઇમલીની મીઠી ચટણી – 2 ટેબલ સ્પૂન
લીલાં ધાણા – શણગાર માટે
બારીક સેવ અથવા ચૂરો – ઉપરથી છાંટવા માટે
બનાવવાની રીત:
એક કડાઈમાં દેશી ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં હિંગ, આદું અને લીલું મરચું નાખી થોડીવાર તેને ઘીમાં સાંતળો, હવે તેમાં ટમેટાં ઉમેરો અને સરસ મિક્સ કરીને સાંતળો જ્યાં સુધી ટમેટાં સારી રીતે ઓગળી ન જાય.
ટમેટાં નરમ થઈ જાય પછી તેમાં બાફેલા બટાકા ઉમેરો અને મિક્સ કરો. હવે તેમાં જીરૂ પાઉડર, લાલ મરચું, કાળું મીઠું, મીઠું અને ઇમલીની ચટણી નાખી મિક્સ કરો. આખી ચાટને 7–8 મિનિટ સુધી ધીમી આંચ પર સાંતળો અને ત્યાર બાદ ચાટને કુલ્હડમાં નીકાળો. એની પર લીલાં ધાણા અને બારીક સેવ ઉમેરો. હવે આ ચાટ સર્વ કરવા માટે તેયાર છે.