લિપસ્ટિક આજની યુવતી હોય કે મહિલાઓ માટે એક રોજિંદી જરૂરિયાત બની છે. અગાઉ જયાં પહેલાના લોકો આંખમાં કાજલ લગાવતા હતા તેમ અત્યારે હોઠ પર લિપસ્ટીક લગાવાય છે. એવું કહી શકાય કે તેઓ લિપસ્ટિક વગર ઘરની બહાર નીકળતા નથી. મેકઅપ લુકને સંપૂર્ણ બનાવવા માટે લિપસ્ટિક સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ દરરોજ અથવા લાંબા સમય સુધી લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી હોઠ પર કાળાશ (હાયપરપિગ્મેન્ટેશન) આવવાની સમસ્યા રહે છે. જો તમારા હોઠ પણ લિપસ્ટિકના કારણે કાળા પડી રહ્યા હોય તો ફેમસ બ્યુટીશિયને તેનાથી બચવા માટે કેટલીક ઉપયોગી ટિપ્સ શેર કરી છે.
લિપસ્ટિક લગાવવાની જાણો ટીપ્સ
મેટને બદલે ગ્લોસી લિપસ્ટિકનો ઉપયોગ કરો : જો તમારા હોઠ ઝડપથી ડ્રાય થઈ જતા હોય તો મેટ લિપસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. મેટ લિપસ્ટિક હોઠમાંથી ભેજ છીનવી લે છે અને તેને વધુ શુષ્ક બનાવે છે, જેનાથી હોઠ કાળા દેખાવા લાગે છે. તેથી ત્વચા નિષ્ણાતો મેટના બદલે મોઇશ્ચરાઇઝિંગ અથવા ગ્લોસી લિપસ્ટિક વાપરવાની સલાહ આપે છે.
ડાર્કની જગ્યાએ ન્યુડ કે લાઈટ શેડ્સ પસંદ કરો : લિપસ્ટિકના કલર પિગ્મેન્ટ્સ પણ હોઠના રંગ પર અસર કરે છે. લાલ કે જાંબલી જેવા ઘાટા શેડ્સમાં પિગ્મેન્ટેશન વધુ હોય છે, જે હોઠને નુકસાન પહોંચાડી શકે છે. ત્વચાના રંગ સાથે મેળ ખાતા ન્યુડ અથવા બ્રાઉન શેડ્સ પસંદ કરવા જોઈએ કારણ કે તેમાં કેમિકલ અને પિગ્મેન્ટનું પ્રમાણ ઓછું હોય છે.
રાત્રે સૂતા પહેલાં લિપસ્ટિક દૂર કરવી જરૂરી : સૂતા પહેલાં હોઠ પરથી લિપસ્ટિક સંપૂર્ણપણે સાફ કરવી ખૂબ જ જરૂરી છે. આ માટે માઈસેલર વોટર અથવા કોઈ નેચરલ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. લિપસ્ટિક કાઢતી વખતે હોઠને જોરથી ઘસવા ન જોઈએ, પરંતુ હળવા હાથે સાફ કરવા જેથી હોઠની નાજુક ત્વચાને નુકસાન ન પહોંચે.
SPF ધરાવતું લિપ બામ લગાવો : સૂર્યના હાનિકારક કિરણોથી હોઠને બચાવવા માટે લિપસ્ટિક લગાવતા પહેલા અને પછી SPF યુક્ત લિપ બામ લગાવવું જોઈએ. આ હોઠ પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે અને કાળાશ આવતી અટકાવે છે.
લિપસ્ટીકને લઈને નિષ્ણાતે આપી ટીપ્સ
નિષ્ણાતોના મતે દરરોજ લિપસ્ટિક લગાવવાને બદલે અઠવાડિયામાં કે મહિનામાં થોડા દિવસો હોઠને લિપસ્ટિક ફ્રી રાખવા જોઈએ. આનાથી હોઠને કુદરતી રીતે રિકવર થવાનો અને શ્વાસ લેવાનો સમય મળે છે. હંમેશા ધ્યાન રાખો કે જો હોઠ પર વધુ પડતી કાળાશ, બળતરા કે એલર્જીની તકલીફ જણાય તો જાતે ઈલાજ કરવાના બદલે તરત જ ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. વારંવાર લિપસ્ટિક કરવાથી હોઠ કાળા પડી જાય તેના કરતાં તેને નેચરલ રહેવા દો. તમે રાત્રે હોઠ પર ઘી લગાવીને સૂઈ જશો તો તે ગુલાબની પાંખડી જેવા નરમ અને મુલાયામ રહેશે. આ સિવાય અન્ય ઘરેલુ ઉપાય પણ કરી શકો છો.
આ પણ વાંચો : Hemoglobin Food : બમણી ઝડપે વધશે હિમોગ્લોબીન, લોહીની ઉણપની સમસ્યા દૂર કરશે ફ્કત આ સૂપ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )