એનિમિયા એટલે કે લોહીની ઉણપ એ આજકાલ ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતી એક સામાન્ય અને ગંભીર સમસ્યા છે. શરીરમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન ન બનવાને કારણે સતત થાક, નબળાઈ અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થાય છે. તબીબી સારવાર અને આયર્ન સપ્લિમેન્ટ્સની સાથે સાથે કેટલાક સરળ ઘરેલું ઉપાયો પણ સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે.
એક સૂપ શરીરમાં બમણી ઝડપે વધારશે હિમોગ્લોબીન
હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે એનિમિયા સામે લડવા માટે દવાઓ કરતા કેટલાક દેશી નુસખા વધુ અસરકારક છે. એક હોમમેડ પૌષ્ટિક સૂપ શરીરમાં લોહીની ઉણપ અને એનિમિયાની સમસ્યા દૂર કરશે. જેને બનાવવા તમારે કોઈ મોંઘા સપ્લિમેન્ટ્સની જરૂર નથી. પરંતુ ભારતીય રસોડામાં આ સામગ્રી મોટાભાગે જોવા મળે છે. આ સૂપમાં સરગવો, મસૂરની દાળ, ડુંગળી, આદુ અને ટામેટાં જેવા ઘટકો વપરાય છે. સરગવો શરીરમાં આયર્નનું શોષણ વધારે છે, જ્યારે મસૂરની દાળ હિમોગ્લોબિનનું સ્તર સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હિમોગ્લોબીન વધારનાર સૂપ કેવી રીતે બનાવવો
સૌપ્રથમ સરગવાને ધોઈને નાના ટુકડા કરી લો. ત્યારબાદ એક વાસણમાં સરગવો, મસૂરની દાળ, કાપેલી ડુંગળી, આદુ અને ટામેટાં ઉમેરી પાણી સાથે બરાબર બાફી લો. તમામ સામગ્રી એકદમ નરમ થઈ જાય એટલે તેને મિક્સર અથવા બ્લેન્ડર વડે પીસીને સ્મૂધ સૂપ તૈયાર કરો. સ્વાદ અને પૌષ્ટિકતા વધારવા માટે તેમાં હળદર, જીરું કે કાળા મરીનો પાવડર ઉમેરી શકાય છે. હેલ્થ એક્સપર્ટે કહ્યું કે આ સૂપ દિગ્ગજ રાજકારણી અને અભિનેત્રી સ્મૃતિ ઇરાની પણ લે છે. તેમજ બોલીવુડ સુપરસ્ટાર શાહિદની પત્ની મીરાએ પણ ટ્રાય કર્યો છે. તેઓ પણ લોહીની ઉણપ દૂર કરવા માટે આ સૂપ બેસ્ટ માને છે.
મીરા કપૂરને પણ મળ્યો અદ્ભુત ફાયદો
આ સૂપ ખરેખર ફાયદાકારક છે. તેને લઈને શાહિદ કપૂરની પત્ની મીરા કપૂરે પણ સોશિયલ મીડિયા પર આ પૌષ્ટિક સૂપના ફાયદા વિશે ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું કે તે લાંબા સમયથી એનિમિયાની સમસ્યાથી પીડાતી હતી. આ રેસીપી અનુસાર તૈયાર કરેલા સૂપનું મેં સતત ૩ મહિના સુધી સેવન કર્યું તો તેના બ્લડ રિપોર્ટમાં નોંધપાત્ર અને સકારાત્મક સુધારો જોવા મળ્યો હતો.
ડૉક્ટરની સલાહ પણ જરૂરી
એનિમિયા એ એક તબીબી સ્થિતિ હોવાથી ફક્ત ઘરેલું નુસખા પર નિર્ભર રહેવાને બદલે ડૉક્ટરની સલાહ અને યોગ્ય સારવાર લેવી અત્યંત જરૂરી છે. આ દેશી સૂપ એ આયર્નથી ભરપૂર સંતુલિત આહારનો એક ભાગ બની શકે છે, પણ તે તબીબી સારવારનો વિકલ્પ નથી.
આ પણ વાંચો : Janmashtami 2026: ભૂલથી પણ લાડુ ગોપાલની સેવામાં ના કરશો આ કામ, સેવા-પૂજાનું નહીં મળે પૂર્ણફળ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )