આજના ભાગદોડભર્યા જીવન, ધૂળ-ધુમાડો, તીવ્ર સૂર્યપ્રકાશ અને બિનઆરોગ્યપ્રદ લાઇફસ્ટાઇલની સૌથી ખરાબ અસર આપણી ત્વચા પર પડે છે. પ્રદૂષણમાં સતત બહાર રહેવું, અપૂરતું પાણી પીવું અને જંક ફૂડ ખાવાની આદતોને કારણે ચહેરાનો કુદરતી રંગ ઝાંખો પડવા લાગે છે. ત્વચા શુષ્ક, નિસ્તેજ અને થાકેલી દેખાય છે, તેમજ સમય પહેલા જ ચહેરા પર કરચલીઓ અને ફાઇન લાઇન્સ (ઝીણી રેખાઓ) દેખાવા લાગે છે. ગ્લો પાછો મેળવવા માટે લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ અને પાર્લર ટ્રીટમેન્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, પરંતુ તેનાથી ઘણીવાર કેમિકલ નુકસાન થાય છે.
બજારમાંથી નહીં ઘરે બનાવો હોમમેડ કોલેજન જેલ
જો તમે પણ મોંઘી ટ્રીટમેન્ટથી બચવા માંગતા હોવ, તો રસોડામાં રહેલી કુદરતી વસ્તુઓથી ઘરે જ 'કોલેજન જેલ' (Homemade Collagen Gel) બનાવી શકો છો. આ જેલ ત્વચાને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરીને ચહેરા પર ગ્લો લાવવાનું કામ કરે છે. ચાલો જાણીએ આ મેજિકલ જેલ બનાવવાની રીત.
કોલેજન ખરેખર શું છે અને કેમ જરૂરી છે?
કોલેજન એક પ્રકારનું પ્રોટીન છે, જે આપણી ત્વચાને ટાઈટ, મજબૂત અને લચીલી રાખે છે. ઉંમર વધવાની સાથે શરીરમાં કોલેજન બનવાનું ઓછું થઈ જાય છે, જેના લીધે ત્વચા ઢીલી પડે છે અને કરચલીઓ આવે છે. આ હોમમેઇડ કોલેજન જેલના નિયમિત ઉપયોગથી તમે ૫૦ વર્ષની ઉંમરે પણ ૩૦ વર્ષ જેવી યુવાન અને ચમકતી ત્વચા મેળવી શકો છો.
કોલેજન જેલ બનાવવાની સામગ્રી
આ નેચરલ એન્ટી-એજિંગ જેલ બનાવવા માટે તમારે માત્ર આ ૪ વસ્તુઓની જરૂર પડશે. શણના બીજ (Flaxseeds): ૨ ચમચી, પાણી: ૧ કપ, એલોવેરા જેલ: ૨ ચમચી અને વિટામિન ઈ કેપ્સ્યુલ (Vitamin E Capsule): ૧ નંગ.
આ રીતે બનાવો કોલેજન જેલ
સૌથી પહેલા એક પાત્રમાં ૧ કપ પાણી લો અને તેમાં ૨ ચમચી શણના બીજ (અળસી) ઉમેરો. આ પાણીને ધીમા તાપે થોડીવાર ઉકાળો. જ્યારે પાણી ઘટ્ટ થઈને જેલ જેવું બની જાય ત્યારે ગેસ બંધ કરી દો. આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેને ગાળી લો અને ઠંડુ થવા દો. હવે આ ગાળેલા પ્રવાહીમાં ૨ ચમચી એલોવેરા જેલ અને ૧ વિટામિન ઈ કેપ્સ્યુલનું ઓઇલ ઉમેરીને બરાબર મિક્સ કરો. તમારી હોમમેઇડ કોલેજન જેલ તૈયાર છે! તમે તેને કાચની નાની બોટલમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.
જાણો કેવી રીતે કોલેજનનો ઉપયોગ કરવો અને ફાયદા
આ જેલનો ઉપયોગ રાત્રે સૂતા પહેલાકરવો સૌથી વધુ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા ચહેરાને ફેસવોશથી સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ આ જેલને ચહેરા અને ગરદન પર લગાવીને હળવા હાથે મસાજ કરો. આખી રાત તેને ત્વચા પર રહેવા દો ડીપ હાઇડ્રેશન મળશે. આ જેલમાં રહેલા એલોવેરા અને શણના બીજ ત્વચામાં નમી જાળવી રાખે છે અને ડ્રાયનેસ દૂર કરે છે. કરચલીઓથી છુટકારો થશે. રોજિંદા ઉપયોગથી ત્વચા ટાઈટ બને છે, ફાઇન લાઇન્સ ગાયબ થાય છે અને વધતી ઉંમરની અસર અટકે છે. કુદરતી ગ્લો આવશે. આ જેલ ત્વચાને અંદરથી પોષણ આપે છે, જેથી ચહેરો એકદમ ફ્રેશ અને ચમકદાર દેખાય છે.
આ પણ વાંચો : Fake Healthy Foods to Avoid: વજન ઘટાડવા માટે શુ તમે ખાઇ રહ્યા છો આ 'ફેક હેલ્ધી ફૂડ'?
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )