આજના પ્રદૂષણ, ધૂળ-માટી અને વ્યસ્ત જીવનશૈલીના કારણે ચહેરાની કુદરતી ચમક ક્યાંક ખોવાઈ જાય છે. આ સ્થિતિમાં ત્વચાને સાફ કરવા માટે આપણે બજારમાં મળતા મોંઘા સાબુ કે ફેસવોશનો ઉપયોગ કરીએ છીએ. જોકે, આ પ્રોડક્ટ્સમાં રહેલા કઠોર કેમિકલ્સ ત્વચાનું કુદરતી તેલ છીનવી લે છે, જેના લીધે ત્વચા શુષ્ક અને બેજાન બની જાય છે. જો તમે પણ કેમિકલવાળી વસ્તુઓથી કંટાળી ગયા છો અને ત્વચા પર એ કુદરતી ગ્લો પાછો મેળવવા માંગો છો, તો તમારા રસોડામાં રાખેલી વસ્તુ બેસ્ટ છે. તમે ચણાનો લોટનો ફેસ પેક આ રીતે બનાવી ચહેરા પર લગાવશો તો ગુલાબી નિખાર આવશે. ત્વચા સ્વચ્છ થશે અને ચહેરો મુલાયમ બનશે.
ગરમીમાં ત્વચાની સફાઈમાં સાબુ, ફેશવોશ નહીં આ કુદરતી પેક
ઉનાળાની આ ગરમીમાં ચણાના લોટનો આ કુદરતી નુસખો તમારી ત્વચાને ઠંડક આપશે અને ટેનિંગ દૂર કરીને તેને સદાય જુવાન અને ચમકતી રાખશે. સદીઓથી ભારતીય ઘરોમાં સ્ક્રબ અને ક્લીન્ઝર તરીકે વપરાતો ચણાનો લોટ ત્વચા માટે અમૃત સમાન છે. જયારે ફેશવોશ અને સાબુ નહોતા ત્યારે આપણા દાદી-નાની સમયમાં તેઓ ચણાના પેકનો ઉબટન બનાવી ઉપયોગ કરતા હતા. આ નેચરલ પેક ત્વચા માટે બેસ્ટ છે. ઉનાળાની ઋતુમાં કેમિકલયુક્ત સાબુને બદલે દરરોજ ચણાના લોટના ફેસ પેકથી ચહેરો ધોવામાં આવે તો ત્વચાની અંદરથી સફાઈ થાય છે અને ચહેરો દોષરહિત તેમજ ગુલાબી દેખાવા લાગે છે.










