સપ્તાહના અંતે વેબ સિરીઝ જોવી તમને આરામ આપે છે? થોડું જોવું મજા છે, પરંતુ કલાકો સુધી સતત જોવું તમારી શારીરિક અને માનસિક તંદુરસ્તીને ધીમે ધીમે નુકસાન પહોંચાડી શકે છે.

મજા ક્યારે વ્યસનમાં બદલાઈ

OTT પ્લેટફોર્મની વધતી લોકપ્રિયતા સાથે “Binge Watching” આજના સમયની સામાન્ય આદત બની ગઈ છે. મોબાઇલ, લેપટોપ અને સ્માર્ટ ટીવી પર એક પછી એક એપિસોડ જોતા રહેવું હવે ઘણા લોકો માટે રિલેક્સેશનનો રસ્તો છે. પરંતુ આ મજા ક્યારે વ્યસનમાં બદલાઈ જાય છે, તેનો ખ્યાલ પણ નથી રહેતો.

Binge વોચિંગ એટલે શું?

Binge વોચિંગ એટલે કોઈ વેબ સિરીઝ, શો કે ફિલ્મના ઘણા એપિસોડ સતત ઘણા કલાકો સુધી જોવાની આદત. ખાસ કરીને સપ્તાહના અંતે લોકો “એક એપિસોડ વધુ” કહીને કલાકો સ્ક્રીન સામે પસાર કરી દે છે. તાજેતરના અભ્યાસ મુજબ, ભારતના મોટા શહેરોમાં આશરે 66% લોકો વીકએન્ડ પર બિંજ વોચિંગ કરવાનું પસંદ કરે છે.

યુવાનોમાં કેમ વધુ જોવા મળે છે?

કિશોરો અને યુવાનો જીવનના એવા તબક્કામાં હોય છે જ્યાં કોલેજ, કારકિર્દી, સંબંધો અને ભવિષ્ય અંગે અનેક ફેરફારો અને દબાણો હોય છે. આ સમયે વેબ સિરીઝ તેમને તણાવથી ભાગવાનો સરળ રસ્તો લાગે છે. પરંતુ વધુ પડતું જોવું તેમની માનસિક સ્થિરતા અને શારીરિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે.

માનસિક સ્વાસ્થ્ય પર થતી અસર

World Health Organization (WHO) અનુસાર, માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ જીવનના સામાન્ય તણાવનો સામનો કરી શકે છે અને સમાજમાં સકારાત્મક યોગદાન આપી શકે છે. પરંતુ સતત સ્ક્રીન સામે રહેવું આ સંતુલન બગાડી શકે છે.

  • ઘણા અભ્યાસો બતાવે છે કે વધુ Binge વોચિંગથી
  • હતાશા અને ચિંતા (Depression & Anxiety) નો જોખમ વધે છે
  • વ્યક્તિ ધીમે ધીમે લોકોમાંથી દૂર રહેવા લાગે છે
  • એકલતા અને સામાજિક કટોકટી વધે છે
  • રાત્રે ઊંઘ ન આવવી (Insomnia) સામાન્ય બની જાય છે
  • સ્ક્રીન વગર અસ્વસ્થતા અનુભવાય છે, જે વ્યસનની નિશાની છે
  • શારીરિક સ્વાસ્થ્ય પર અસર

કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને સ્ક્રીન જોવાથી શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે

  • આંખોમાં થાક, માથાનો દુખાવો
  • ગળા અને પીઠમાં દુખાવો
  • શારીરિક પ્રવૃત્તિ ઘટવાથી વજન વધવું
  • મેટાબોલિઝમ ધીમું પડવું

જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી રૂમમાં એકલી સ્ક્રીન સામે રહે છે, ત્યારે પરિવાર અને મિત્રો સાથેનો સંપર્ક ઘટે છે. આ સંવાદની કમી અંતે ઉદાસી અને માનસિક થાક તરફ લઈ જાય છે.

Binge વોચિંગ કેવી રીતે નિયંત્રિત કરશો?

  • એક બેઠકમાં 1–2 એપિસોડ સુધી જ સીમિત રહો
  • સ્ક્રીન ટાઈમ માટે સમય નક્કી કરો
  • વીકએન્ડમાં બહાર ફરવું, કસરત કે વાંચનની આદત વિકસાવો
  • સૂતા પહેલાં સ્ક્રીન બંધ કરો
  • પરિવાર સાથે વાતચીત અને સમય વિતાવો
  • વેબ સિરીઝ મનોરંજન માટે છે, જીવનનો વિકલ્પ નહીં. સંતુલન રાખશો તો મજા પણ રહેશે અને સ્વાસ્થ્ય પણ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

આ પણ વાંચો : Viral Video : રમકડું બની ગયું ‘મા’ જાપાનના પંચ વાંદરાનો વીડિયો રડાવી દેશે