માતા અને બાળકનો સંબંધ દુનિયાનો સૌથી મજબૂત અને પવિત્ર સંબંધ માનવામાં આવે છે. માણસ હોય કે પ્રાણી, માતાનો પ્રેમ દરેક જીવ માટે જીવનનો આધાર હોય છે. આવી જ એક ભાવુક વાર્તા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં એક નાનકડો વાંદરો પોતાની માતાથી વિયોગ પછી એક નરમ રમકડામાં પોતાની સુરક્ષા અને પ્રેમ શોધતો જોવા મળે છે.

 માતા દ્વારા સ્વીકારવામાં આવ્યો નહોતો

આ વીડિયો જાપાનના ઇચિકાવા સિટી પ્રાણી સંગ્રહાલય સાથે જોડાયેલી છે. અહીં 26 જુલાઈ 2025ના રોજ જન્મેલો એક નાનો વાંદરો જન્મતાની સાથે જ પોતાની માતા દ્વારા સ્વીકારવામાં આવ્યો નહોતો. કેટલાક કારણોસર તેની માતાએ તેને જન્મ બાદ તરત જ દૂર ધકેલી દીધો. આ ઘટનાથી પંચનું જીવન એકલતાથી શરૂ થયું.

તેને દૂધ પાવડરથી ખવડાવ્યો

પ્રાણી સંગ્રહાલયના સંભાળકારોએ આ નાનકડા જીવને બચાવ્યો. તેમણે તેને દૂધ પાવડરથી ખવડાવ્યો, ગરમી અને સુરક્ષા આપી અને પ્રેમથી તેનું નામ “પંચ” રાખ્યું. પરંતુ માનવીય સંભાળ હોવા છતાં, માતાના ખોળાની ખોટ પંચના વર્તનમાં સ્પષ્ટ દેખાતી હતી.

અન્ય વાંદરાઓની નજીક જવાનો પ્રયાસ

જેમ જેમ પંચ મોટો થતો ગયો, તેમ તેમ તે પોતાની માતા અને અન્ય વાંદરાઓની નજીક જવાનો પ્રયાસ કરતો. પરંતુ વારંવાર તેને ધકેલી દેવામાં આવતો. ડરીને અને નિરાશ થઈને તે એક ખૂણે જઈ બેસતો અને પોતાના નરમ રમકડાને ગળે લગાવી લેતો. આ રમકડું પંચ માટે માત્ર રમકડું નહોતું, પરંતુ તે તેની “માતા” માનતો હતો, જેથી તેને શાંતિ, સુરક્ષા અને લાગણી આપતું હતું.

https://twitter.com/MrSusanta_kumar/status/2025034732296446052

વીડિયો અને તસવીરોમાં પંચને એકલા બેઠેલા

પ્રાણી સંગ્રહાલય દ્વારા શેર કરાયેલા વીડિયો અને તસવીરોમાં પંચને એકલા બેઠેલા, રમકડાને પકડી રાખતા જોઈ શકાય છે. આ દ્રશ્યો જોઈને લોકો પોતાની એકલતા, પોતાનું બાળપણ અને માતાની યાદોમાં ખોવાઈ ગયા. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ લખ્યું, “કાશ અમે તેને દત્તક લઈ શકીએ,” તો કોઈએ કહ્યું, “આ વાંદરો આપણું જ પ્રતિબિંબ છે.”

Khttps://twitter.com/Choudharyy02/status/2025103818296639816

હવે પરિસ્થિતિ બદલાઈ

પરંતુ આ વાર્તાનો અંત દુઃખદ નથી. પ્રાણી સંગ્રહાલયના સતત પ્રયાસો અને ધીરજના કારણે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. પંચ ધીમે ધીમે બીજા વાંદરાઓ સાથે જોડાવા લાગ્યો છે. હવે કેટલાક વાંદરો તેની પાસે આવે છે, તેની સાથે રમે છે અને તેને પોતાના જૂથમાં સ્વીકારી રહ્યા છે. પંચ હવે પહેલાં જેટલો એકલો નથી.

આ પણ વાંચો : Trump Global Tariff: ટ્રમ્પનો 10% ગ્લોબલ ટેરિફ ફક્ત 150 દિવસ માટે કેમ લાદવામાં આવ્યો?