રસોડામાં મુકેલા દરેક મસાલાનો કોઈ ને કોઈ રીતે તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે. પછી એ જીરું હોય કે મેથી,કે પછી હળદર, તજ તેને ખાવાથી ઘણાં ફાયદા મળે છે. એવો જ એક મસાલો અથવા બીજ છે.કાળી જીરૂ/કલૌંજી. આ બીજ ભલે નાના હોય, પણ કામનાં બહુ મોટા છે. સદીઓથી તેને ઔષધી રૂપે ઉપયોગ થતો આવ્યો છે. જુના સમયમાં લોકો તેને ‘જાદુઈ બીજ’ કહેતા હતા અને હવે વિજ્ઞાન પણ માને છે કે આ નામ બિલકુલ યોગ્ય છે.
હૃદયને મજબૂત બનાવવું હોય, કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવું હોય કે રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય. કલૌંજી દરેક રીતે શરીરનો મિત્ર બની જાય છે. રોજ સવારે નાસ્તા બાદ થોડા બીજ ચાવવા કે તેને ખોરાકમાં એડ કરો. ચાલો જાણીએ કે આ નાનું બીજ તમારા હૃદય અને આરોગ્ય માટે કેવી રીતે તે મોટુ કમાલ કરે છે.
કલૌંજી હૃદય માટે ફાયદાકારક કેમ છે?
કલૌંજીમાં થાઈમોક્વિનોન, કાર્વાક્રોલ અને નિગેલિડિન જેવા સંયોજનો હોય છે. આ ત્રણેય મળીને તમારા હૃદય અને બ્લડ વેસલ્સને સુરક્ષિત રાખે છે. કલૌંજીમાં ઓમેગા-6 અને ઓમેગા-9 ફેટી એસિડ્સ હોય છે, જે હૃદય અને મગજને સ્વસ્થ રાખે છે. તેમાં ઊર્જા અને મેટાબોલિઝમ સુધારનાર વિટામિન B પણ છે. ઉપરાંત તેમાં કેલ્શિયમ, આયર્ન અને ઝીંક મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ અને લોહીની સારી સ્થિતિ માટે જરૂરી છે. એટલે કે કલૌંજી માત્ર મસાલો નથી, પરંતુ હાર્ટ પ્રોટેક્શનનો સંપૂર્ણ પેક માનવામાં આવે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?
કલૌંજી શરીરમાં ખરાબ ચરબી ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે.પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટમાં જેમણે રોજ કલૌંજી ખાધી હતી તેમનું LDL (ખરાબ કોલેસ્ટ્રોલ) અને ટ્રાઈગ્લિસરાઈડ્સ ઓછાં થયા હતા, જ્યારે HDL સારો કોલેસ્ટ્રોલવધ્યો હતો.
આ પણ વાંચોઃ સામંથાની પોટ્રેટ કટ ડાયમંડ રિંગે દરેકનુ ધ્યાન ખેંચ્યુ, જાણો તેની ખાસિયત અને કિંમત વિશે...