સાઉથની ફેમસ ક્વીન સમંથા રૂથ પ્રભુ હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની સ્ટાઇલને લઈને… તો ક્યારેક લુક,તો ક્યારેક પોતાની ફિલ્મો દ્વારા લોકો ને પ્રેરિત કરતી રહે છે. તાજેતરમાં, તેની લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. તેમનાં વેડિંગ લુક્સ ખૂબ વાયરલ થઈ રહ્યા છે, ખાસ કરીને તેની પોર્ટ્રેટ-કટ ડાયમન્ડ રિંગ.
આ રિંગે જ્વેલરી માર્કેટમાં એક નવો ટ્રેન્ડ સેટ કરી દીધો છે, જેની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ કોઈ ખાસ પ્રસંગ માટે યુનિક, એલિગન્ટ અને મિનિમલિસ્ટ રિંગ ઇચ્છો છો તો સમંથા રૂથ પ્રભુની વેડિંગ રિંગથી પ્રેરણા લઈ શકો છો.આવો જાણીએ તેની ખાસિયત અને કિંમત વિશે....
સામંથાની રિંગ એટલી ખાસ કેમ?
હવે પ્રશ્ન એ છે કે લોકોને આ રિંગ એટલી ગમી કેવી રીતે? તો આ રિંગનો લુક એટલો સુંદર છે કે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. રિંગ 2 કેરેટની તૈયાર કરવામાં આવી છે. ટ્રેન્ડ અને એલિગન્સનો પરફેક્ટ બેલેન્સ, સુપર-લક્ઝરી લુક આપે છે.બ્રાઇડલ ફોટોશૂટમાં અલગજ ઉભરીને આવે છે. કોઈપણ આઉટફિટ સાથે મેચ થઈ જાય છે
કઈ છોકરીઓ માટે પરફેક્ટ છે આ ડિઝાઇન?
આ રિંગમાં તમને ટ્રેન્ડી અને મિનિમલ, બંનેનું કોંબિનેશન મળશે
ક્લાસિક ડિઝાઇન
મોડર્ન બ્રાઇડ્સ માટે યુનિક ઓપ્શન
ખરીદવા માટે જોઈએ લાખોનું બજેટ
મીડિયા રિપોર્ટ્સ મુજબ તેની કિંમત લાખોમાં છે. કહેવાય છે કે લગભગ 50 લાખમાં આ રિંગ તૈયાર કરવામાં આવી છે. રિંગની આસપાસ પાંખડીઓ જેવી આકારવાળી 8 કસ્ટમ પોર્ટ્રેટ-કટ ડાયમન્ડ્સ લાગેલા છે, જે તેને વધારે સુંદર લુક આપે છે. જો તમે તેને ખરીદવા માંગો છો તો સર્ટિફિકેશનવાળા ડાયમન્ડ જ લેવું શ્રેષ્ઠ રહેશે.
આ પણ વાંચોઃ કાંતારા 1 ની દેવીને ભૂત કહેવા બદલ રણવીરે માગી માફી, કહ્યુઃ જો મેં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તો હું દિલથી માફી