બાળકો શાળાએ જયારે દરરોજ કયો નાસ્તો આપવો તે મોટી મૂંઝવણ છે. બાળકોને નાસ્તામાં કેવો હેલ્ધી લંચ આપવો જે સ્વાદિષ્ટ પણ હોય અને હેલ્ધી પણ હોય. આજે બાળકોના નાસ્તા માટે હેલ્ધી લંચ આઈડિયાઝ વિશે એક ખાસ વાનગી સજેસ્ટ કરીશું. ઝડપથી બનતો આ નાસ્તો સરળતાથી ટિફિનમાં લઈ જઈ શકશો. આ હેલ્ધી બ્રેકફાસ્ટ છે એવાકાડો ટોસ્ટ. ફટાફટ નોંધી લો ટિફિન સ્પેશિયલ એવોકાડો ટોસ્ટ બનાવવાની સરળ રીત.

એવોકાડો ટોસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • વૈકલ્પિક સામગ્રી તરીકે ટામેટા, કાકડી અથવા પનીર લઈ શકો છો
  • 2 સ્લાઈસ - બ્રાઉન બ્રેડ અથવા મલ્ટીગ્રેન બ્રેડ
  • 1 - પાકેલા એવોકાડો
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1/2 ચમચી
  • મીઠું - સ્વાદ મુજબ
  • કાળા મરી પાવડર
  • 1 ચમચી - ઓલિવ તેલ અથવા માખણ

એવોકાડો ટોસ્ટ બનાવવાની સરળ રીત

સૌ પ્રથમ, બ્રેડના ટુકડાને એક પેન અથવા ટોસ્ટરમાં હળવા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકો. હવે એવોકાડો કાપીને, તેનો પલ્પ કાઢીને એક બાઉલમાં સારી રીતે મેશ કરો. તેમાં લીંબુનો રસ, મીઠું અને કાળા મરી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તૈયાર કરેલું એવોકાડો મિશ્રણ શેકેલી બ્રેડ પર સરખી રીતે ફેલાવો. જો ઈચ્છો તો, તમે ઉપર ટામેટા, કાકડી, ચીઝ અથવા બાફેલું ઈંડું ઉમેરી શકો છો. થોડું ઓલિવ તેલ ઉમેરો અને ટોસ્ટને ટિફિનમાં પેક કરો. 

એવોકાડો ખાવાના ફાયદા

એવોકાડો પોષક તત્વોથી ભરપુર છે. આ ફળનું સેવન ફક્ત સ્વાસ્થ્યમાં ફાયદાકારક છે. શુષ્ક અને ક્ષતિગ્રસ્ત ત્વચાને નરમ અને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. તે શુષ્ક અને ક્ષતિગ્રસ્ત ત્વચાને દૂર કરીને ત્વચાને નરમ બનાવે છે. વિટામિન અને પોષક તત્ત્વોની હાજરીને લીધે કોસ્મેટિક્સ ઉત્પાદનોમાં પણ એવોકાડોનો ઉપયોગ વધવા લાગ્યો છે. આ ફળનું સેવન હૃદયના સ્વાસ્થ્ય અને વધતા પર વજન પર નિયંત્રણ રાખે છે.


આ પણ વાંચો : Curd Benefits : સ્વાસ્થ્યથી લઈને વાસણની સફાઈ સુધી જાણો દહીંના ફાયદા