આજના યુગમાં જ્યારે દરેક વ્યક્તિ વધારાની આવક મેળવવાના રસ્તાઓ શોધી રહી છે, ત્યારે 'મશરૂમની ખેતી' એક ક્રાંતિકારી વ્યવસાય તરીકે ઉભરી આવી છે. આ વ્યવસાયને તેની લોકપ્રિયતા અને ઊંચા નફાને કારણે 'સફેદ સોનું' કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ખેતી કરવા માટે તમારે કોઈ વિશાળ ખેતર કે મોંઘી જમીનની જરૂર નથી. તમે તમારા ઘરના એક અંધારા અને ખાલી ઓરડામાં પણ આ વ્યવસાય શરૂ કરી શકો છો.
મોસમી વ્યવસાય પણ બમ્પર નફો
મશરૂમની ખેતી મુખ્યત્વે શિયાળાની ઋતુમાં, ખાસ કરીને દિવાળીથી હોળીની વચ્ચેના સમયગાળામાં સૌથી વધુ પાક આપે છે. વર્ષના માત્ર આ ચાર મહિના સખત મહેનત કરીને તમે આખા વર્ષની આવક એકત્રિત કરી શકો છો. લગ્નની સિઝન અને તહેવારોમાં હોટલ-રેસ્ટોરન્ટમાં મશરૂમની માંગ એટલી તીવ્ર હોય છે કે માલ તૈયાર થતાની સાથે જ હાથોહાથ વેચાઈ જાય છે.
કેવી રીતે શરૂઆત કરવી?
મશરૂમ ઉગાડવા માટે એક બંધ રૂમ, મશરૂમના બીજ (Spawns) અને ખાતર (Compost) જેવા કાચા માલની જરૂર પડે છે. અત્યારે બજારમાં એવી ઘણી એજન્સીઓ છે જે આ તમામ સામગ્રી તમારા ઘર સુધી પહોંચાડે છે. મશરૂમ્સ ખૂબ જ ઝડપથી ઉગે છે અને ઓછા સંસાધનોમાં તૈયાર થઈ જાય છે. જો તમે તમારા રૂમનું તાપમાન અને ભેજ યોગ્ય રીતે જાળવો, તો તમે ઉત્તમ ગુણવત્તાનો પાક મેળવી શકો છો.
કમાણીનું ગણિત
મશરૂમનો છૂટક બજાર ભાવ ₹200 પ્રતિ કિલો સુધી હોય છે. જો તમે હોલસેલ એટલે કે જથ્થાબંધ ભાવે ₹150 પ્રતિ કિલોના દરે પણ વેચો અને દૈનિક 15 થી 20 કિલોનું ઉત્પાદન મેળવો, તો તમારી રોજની આવક ₹2,250 થી ₹3,000 સુધી પહોંચી શકે છે. આ રીતે જોતા, મહિનાનું કુલ વેચાણ આશરે ₹70,000 થી ₹90,000 ની વચ્ચે રહે છે. ખાતર, વીજળી અને મજૂરીનો નજીવો ખર્ચ બાદ કર્યા પછી પણ તમે શરૂઆતના તબક્કે દર મહિને ₹40,000 થી ₹50,000 ની ચોખ્ખી બચત કરી શકો છો. જેમ જેમ તમે તમારા રૂમની સંખ્યા કે ઉત્પાદન ક્ષમતા વધારશો, તેમ આ નફો સરળતાથી ₹1 લાખને પાર કરી શકે છે.
બજારમાં માંગ અને તકો
મશરૂમ આજે દરેક પાર્ટી અને ફંક્શનના મેનુનો અનિવાર્ય ભાગ છે. તેની નિકાસની તકો પણ વધી રહી છે. તમે તમારા ઉત્પાદનને સ્થાનિક શાકભાજી વિક્રેતાઓ, સુપરમાર્કેટ્સ અથવા સીધા મોટી હોટલોમાં સપ્લાય કરી શકો છો. ઓછી મહેનત અને ટૂંકા સમયમાં કરોડપતિ બનાવવાની ક્ષમતા ધરાવતો આ વ્યવસાય હાલમાં સૌથી લોકપ્રિય 'બિઝનેસ આઈડિયા' બની રહ્યો છે.
ડિસ્કલેમરઃ આ માહિતી માત્ર આપની જાણકારી અને અન્ય રિપોર્ટના આધારે લખવામાં આવી છે. કોઇ પણ વસ્તુને શરૂ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચોઃ Lifestyle : શું તમે પરસેવાની ગંધથી ચિંતિત છો? નહાવાના પાણીમાં ઉમેરો આ 5 વસ્તુઓ અને આખો દિવસ રહેશે ફ્રેશ!