ઉનાળાની ઋતુ તેના પ્રકોપ સાથે શરૂ થઈ ગઈ છે. સખત તડકો અને ભેજવાળા વાતાવરણમાં પરસેવો થવો એ સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જ્યારે આ પરસેવો દુર્ગંધમાં ફેરવાય છે, ત્યારે તે શરમજનક સાબિત થઈ શકે છે. ઘણા લોકો આ ગંધને છુપાવવા માટે મોંઘા પરફ્યુમ અને ડિઓડોરન્ટનો ઉપયોગ કરે છે, પરંતુ તેની અસર લાંબો સમય ટકતી નથી. જો તમે કુદરતી અને લાંબા સમય સુધી ટકી રહે તેવી તાજગી ઈચ્છો છો, તો તમારા નહાવાના પાણીમાં કેટલાક ઘરેલું વસ્તુઓ ઉમેરવા જોઈએ.


અસરકારક ઘરેલું ઉપાયો:

લીંબુનો રસ: લીંબુ એ પરસેવાની ગંધ દૂર કરવાનો સૌથી સસ્તો અને શ્રેષ્ઠ ઉપાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે ગંધ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. નહાવાની ડોલમાં એક લીંબુનો રસ ઉમેરવાથી ત્વચામાં નિખાર આવે છે અને આખો દિવસ ફ્રેશનેસ જળવાઈ રહે છે.

ગુલાબજળ: જો તમારી ત્વચા સંવેદનશીલ છે, તો ગુલાબજળ તમારા માટે શ્રેષ્ઠ છે. નહાવાના પાણીમાં બે ચમચી ગુલાબજળ ઉમેરવાથી શરીરની ગંધ દૂર થાય છે અને ત્વચાને કુદરતી ઠંડક મળે છે. તેની હળવી સુગંધ તમારા મનને પણ પ્રફુલ્લિત રાખશે.

ફટકડી (Alum): ફટકડી એક ઉત્તમ એન્ટિસેપ્ટિક છે. પાણીમાં ફટકડીનો એક નાનો ટુકડો ફેરવીને તે પાણીથી સ્નાન કરવાથી પરસેવો ઓછો થાય છે અને છિદ્રો સાફ થાય છે. જે લોકોને વધુ પડતો પરસેવો થવાની સમસ્યા છે, તેમના માટે આ રામબાણ ઈલાજ છે.

બેકિંગ સોડા: બેકિંગ સોડા શરીરના pH સ્તરને સંતુલિત કરે છે. પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરવાથી તે પરસેવાના ભેજને શોષી લે છે અને દુર્ગંધ પેદા કરતા એસિડને બેઅસર કરે છે.

લીમડાના પાન: ઉનાળામાં ત્વચાના ચેપ અને ગંધથી બચવા માટે લીમડો સર્વોત્તમ છે. લીમડાના પાન ઉકાળેલું પાણી નહાવામાં વાપરવાથી બેક્ટેરિયા દૂર થાય છે અને ત્વચા સ્વચ્છ બને છે.

આ પણ વાંચોઃ Animal Riding Rules: શું તમારું વજન 80 કિલોથી વધુ છે? ઘોડા કે ઊંટ પર સવારી કરતા પહેલા જાણી લો નવા નિયમો

  • Follow us on: