એરંડાનું તેલ ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા માટે રામબાણ ઘરેલું ઉપચાર છે. એરંડાના છોડના બીજમાંથી એક જાડું પીળું પ્રવાહી નીકળે છે. આ જાડું અને ગંધહીન પ્રવાહીને આપણે એરંડાનું તેલ કહીએ છીએ. આ તેલનો ઉપયોગ અનાજની સાચવણી કરવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી એરંડાનું તેલ એક ઔષધીય દવા તરીકે કામ કરે છે.


એરંડા તેલ અનેક સમસ્યામાં ઉપયોગી

એરંડાનું તેલ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર છે. એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર આ તેલ કબજિયાતમાં રાહત આપે છે. આ તેલ ત્વચા અને વાળ સંબંધિત સમસ્યામાં લાભકારક છે. આ ઉપરાંત એરંડા તેલ સંધિવા, રેચક, માસિક ખેંચાણ, પ્રસૂતિ પીડા જેવી અનેક સમસ્યામાં ફાયદાકારક છે.

એરંડા તેલના આ છે મુખ્ય ફાયદા:

કબજિયાતમાં મળશે રાહત : આ તેલ એક કુદરતી વીર્યલ (laxative) છે. જે લોકો કબજીયાતની સમસ્યા રહેતી હોય ખુલાસીને ઝાડો ના થતો હોય તેમને એરંડીયું લેવાની સલાહ આપવામાં આવે છે. ગરમ પાણીમાં ઓછી માત્રામાં લેવાથી આંતરડાં સારી રીતે સાફ થાય છે.

ચામડી માટે લાભદાયક : વરસાદી સિઝનમાં ત્વચામાં ખીલ જેવી સમસ્યા થાય છે. તો શિયાળામાં ત્વચા શુષ્ક થાય છે અને ફાટી જાય છે. ત્વચામાં ભેજને જાળવા રાખવા આ તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે એરંડીયાને સાધારણ ગરમ કરો અને તેમાં થોડું ગરમ પાણી ઉમેરી હળવા હાથે ચહેરા પર મસાજ કરો. આમ કરવાથી એક્ઝમા, ડર્માટાઈટિસ જેવી ત્વચાની સમસ્યામાં રાહત મળશે. ચહેરા પર લગાવવાથી ફોલ્લી અને દાગ ધબ્બા ઘટાડવામાં મદદ કરે છે.

વાળ માટે લાભદાયક : આજે મોટાભાગના લોકોના વાળમાં ગ્રોથનું પ્રમાણ ઓછું છે. વાળનો ગ્રોથ વધારવો હોય તો એરંડાનું તેલ અસરકારક ઉપચાર સાબિત થશે. આ તેલની સપ્તાહમાં એક વખત માલિશ કરવાથી વાળમાં રહેલ શુષ્કપણું દૂર થશે. તેમજ નીચેના ભાગમાં વાળ સ્પ્લિટ થતા હશે તે તૂટશે નહીં. આ ઉપરાંત સ્કાલ્પને પોષણ મળશે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થશે.


Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. 

  • Follow us on: