ઋતુમાં જ્યારે પણ પરિવર્તન આવે છે, ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ (Immunity) નબળી પડવા લાગે છે. ખાસ કરીને શિયાળા કે ચોમાસાની શરૂઆતમાં વાયરલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે. જો તમને ગળામાં ખંજવાળ, વારંવાર છીંક આવવી, નાક બંધ થવું કે છાતીમાં જકડાણ જેવા લક્ષણો દેખાય, તો મોંઘી દવાઓ લેતા પહેલા દાદી-નાનીના આ અકસીર નુસખા અજમાવવા જોઈએ.
સર્દી-ખાંસી દૂર કરવાના શ્રેષ્ઠ ઉપાયો
પ્રવાહીનું વધુ સેવન (Hydration): જ્યારે તમે બીમાર હોવ ત્યારે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. દિવસભર નવશેકું પાણી, હર્બલ ટી, વેજીટેબલ સૂપ કે નાળિયેર પાણી પીવો. પ્રવાહી પદાર્થો ગળામાં જમેલા કફને પાતળો કરવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
નાસ (Steam) લેવાની પદ્ધતિ: નાક અને છાતીના જામને ખોલવા માટે સ્ટીમ એક ઉત્તમ ઈલાજ છે. ગરમ પાણીના વાસણમાં થોડું અજમો કે નીલગીરીનું તેલ નાખીને નાસ લેવાથી શ્વાસનળી સાફ થાય છે અને તરત જ રાહત મળે છે. આનાથી ત્વચાના પોર્સ પણ ખુલે છે, જે ફેસ ગ્લોમાં મદદરૂપ છે.
મધનો ઉપયોગ (Honey): મધ કુદરતી રીતે એન્ટી-બેક્ટેરિયલ ગુણો ધરાવે છે. એક ચમચી મધમાં ચપટી કાળા મરીનો પાવડર અથવા આદુનો રસ ભેળવીને લેવાથી સુકી ખાંસીમાં ચમત્કારિક ફાયદો થાય છે. રાત્રે સૂતા પહેલા મધ લેવાથી ગળાની ખરાશ દૂર થાય છે અને ઉંઘ પણ સારી આવે છે.
ભેજ જાળવો (Vaporizer): જો તમારા રૂમની હવા સૂકી હોય તો ખાંસી વધી શકે છે. રૂમમાં વેપોરાઇઝર કે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવાથી હવામાં ભેજ જળવાઈ રહે છે, જેનાથી નાક બંધ થવાની સમસ્યામાં રાહત મળે છે.
ખાસ ટિપ્સ:
આ ઉપાયો કુદરતી હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી, પરંતુ જો તાવ લાંબા સમય સુધી રહે અથવા ખાંસી ખૂબ જૂની હોય, તો ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. નાના બાળકો માટે મધ અને હળદરવાળું દૂધ સુરક્ષિત અને અત્યંત ગુણકારી સાબિત થાય છે.
આ પણ વાંચોઃ Lifestyle: માત્ર એક મુઠ્ઠી મખાના દૂર કરશે આ 5 ગંભીર બીમારીઓ, રહેશો તરોતાજા!