ડાયાબિટીસ એક એવો ગંભીર રોગ છે જે શરૂઆતના તબક્કામાં કોઈ સ્પષ્ટ લક્ષણો વિના શરીરમાં મૂળિયાં જમાવી દે છે. સામાન્ય રીતે લોકો જાણે છે કે અનિયંત્રિત બ્લડ સુગર હૃદય, કિડની, આંખો અને પગને નુકસાન પહોંચાડે છે, પરંતુ મીડિયા રિપોર્ટના એક અહેવાલ મુજબ, ડાયાબિટીસ તમારી સાંભળવાની શક્તિ (શ્રવણશક્તિ) પર પણ ગંભીર અસર કરી શકે છે.
કાનની નસોને કેવી રીતે થાય છે નુકસાન?
રિપોર્ટ અનુસાર શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા તેનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી, ત્યારે લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે. લાંબા સમય સુધી ઊંચું બ્લડ સુગર રહેવાથી કાનની અંદરની અત્યંત નાની રક્તવાહિનીઓ અને ચેતાઓ (નસો) ને નુકસાન પહોંચે છે. તેવી જ રીતે, વારંવાર બ્લડ સુગર ઘટી જવાથી કાનમાંથી મગજ સુધી જતા ચેતા સંકેતો ખોરવાય છે, જેના પરિણામે સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય છે. આંકડા દર્શાવે છે કે ડાયાબિટીસના દર્દીઓમાં સામાન્ય લોકો કરતાં બહેરાશ આવવાની શક્યતા બમણી હોય છે, જ્યારે પ્રી-ડાયાબિટીસ ધરાવતા લોકોમાં પણ આ જોખમ 30 ટકા વધુ રહે છે.
શ્રવણશક્તિ ઓછી થવાના મુખ્ય લક્ષણો
સાંભળવાની ક્ષમતા ધીમે-ધીમે ઘટતી હોવાથી શરૂઆતમાં તેનો ખ્યાલ આવતો નથી, પરંતુ નીચે મુજબના ચિહ્નો પરથી તેને ઓળખી શકાય છે:
વાતચીત દરમિયાન સામેની વ્યક્તિને વારંવાર વાત દોહરાવવાનું કહેવું.
એક કરતાં વધુ લોકો વચ્ચેની વાતચીત સમજવામાં મુશ્કેલી પડવી કે લોકો બડબડાટ કરતા હોય તેવું લાગવું.
ભીડભાડ કે ઘોંઘાટવાળી જગ્યાઓ અને રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ ન સંભળાવું.
નાના બાળકો કે ધીમેથી બોલતા લોકોનો અવાજ ન સમજાવો અને ટીવી કે રેડિયોનો અવાજ ખૂબ ઊંચો રાખવો.
કાનની સુરક્ષા માટે શું કરવું?
એકવાર ગુમાવેલી શ્રવણશક્તિ સંપૂર્ણપણે પાછી મેળવવી મુશ્કેલ છે, પરંતુ યોગ્ય કાળજીથી તેને બચાવી શકાય છે. આ માટે બ્લડ સુગરને હંમેશા નિયંત્રણમાં રાખવું અત્યંત જરૂરી છે. આ ઉપરાંત, દર વર્ષે કાનની તપાસ કરાવવી, મોટા અવાજથી દૂર રહેવું, દવાઓની આડઅસર અંગે ડૉક્ટરની સલાહ લેવી તથા સંતુલિત આહાર અને નિયમિત કસરત અપનાવવી જોઈએ. જો સાંભળવામાં તકલીફ કે સંતુલન બગડવાનો અનુભવ થાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.ઇરાન અને ડેમોક્રેટ્સ પાર્ટીને લઇને Trump ની એવી તો કઇ બે ભવિષ્યવાણી સાચી પડી કે ટ્રમ્પ હરખાઇ ગયા...
આ પણ વાંચોઃ ઇરાન અને ડેમોક્રેટ્સ પાર્ટીને લઇને Trump ની એવી તો કઇ બે ભવિષ્યવાણી સાચી પડી કે ટ્રમ્પ હરખાઇ ગયા...
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )