દિવાળીના તહેવારની તૈયારીઓમાં ભાગદોડ એટલી બધી વધી જાય છે કે ઘણીવાર આપણી ત્વચા થાકેલી અને નિસ્તેજ દેખાવા લાગે છે. સમયના અભાવે સલૂન કે બ્યુટી પાર્લર જવું અશક્ય બની જાય છે, પરંતુ આજકાલ ફોટા વિનાનો તહેવાર અધૂરો ગણાય છે, તેથી દિવાળીની સાંજે ચહેરા પર એક અલગ જ ચમક હોવી ખૂબ જરૂરી છે. જો તમારી પાસે પણ તૈયારી કરવાનો સમય નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે જ ઉપલબ્ધ કુદરતી ઘટકોમાંથી બનાવેલા ફેસ પેકનો ઉપયોગ કરીને ત્વરિત ગ્લો મેળવી શકો છો. આ ફેસ પેક તૈયાર થવાના 1 થી 2 કલાક પહેલાં કે ૩૦ મિનિટ અગાઉ લગાવવાથી ચહેરા પર અદ્ભુત તાજગી આવી જાય છે, કારણ કે કુદરતી તાજગી વગર મેકઅપ પણ અસરકારક બનતો નથી.

ત્વરિત ચમક મેળવવા માટેના 4 શ્રેષ્ઠ કુદરતી ફેસ પેક

1 ચોખાના લોટનો ફેસ પેક: ઇન્સ્ટન્ટ ગ્લો માટે ચોખાનો લોટ, બટાકાનો રસ, લીંબુના રસના થોડા ટીપાં, એલોવેરા જેલ, ટામેટાંનો રસ અને ગુલાબજળ મિક્સ કરીને સ્મૂથ પેસ્ટ બનાવો. તેને ચહેરા અને ગરદન પર 15 મિનિટ સુધી લગાવો (75-80% સૂકાયા પછી). ત્યારબાદ ગુલાબજળથી હળવા હાથે ગોળાકાર ગતિમાં મસાજ કરીને ચહેરાને સાફ કરી લો.

2. દહીં અને ચણાનો લોટ: જો તમે કોઈ વધારાના પ્રયોગ કરવા માંગતા નથી, તો પરંપરાગત દહીં અને ચણાનો લોટ શ્રેષ્ઠ વિકલ્પ છે. 1 થી 1.5 ચમચી ચણાના લોટમાં દહીં, એક ચપટી હળદર અને ત્વચાને નરમ રાખવા માટે થોડું મધ મિક્સ કરો. તેને 20 મિનિટ સુધી લગાવી રાખ્યા બાદ ભીના સ્પોન્જ કે ટિશ્યુ પેપરથી સાફ કરો. આની કોઈ આડઅસર નથી.

3. બટાકા અને ટામેટાનો પેક: ટેનિંગ અને ઊંડાણપૂર્વક ગંદકી સાફ કરવા માટે બટાકાનો રસ, ટામેટાનો રસ અને એલોવેરા જેલ મિક્સ કરીને લગાવો. 10 થી 15 મિનિટ પછી ધોઈ નાખવાથી ત્વચાની અશુદ્ધિઓ દૂર થાય છે અને એલોવેરા ત્વચાને મુલાયમ બનાવે છે.

4. ચંદનનો ફેસ પેક: નિસ્તેજતા દૂર કરવા અને ત્વચાને શીતળતા આપવા માટે 1.5 ચમચી ચંદન પાવડર લો. તેમાં એક ચપટી હળદર, એલોવેરા જેલ, કાચું દૂધ અને ગુલાબની પાંખડીનો પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. ૧૫ મિનિટ પછી ધોઈ નાખવાથી ચહેરા પર ત્વરિત તાજગી આવે છે.

આ પણ વાંચોઃ Demonetization : 8 નવેમ્બરનો એ ઐતિહાસિક દિવસ, રાતોરાત બંધ થઇ ગઇ હતી નોટો, બેંકોમાં લાંબી લાઇનો....