આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયામાં સ્કિન કેર એટલું ટ્રેન્ડ કરી રહ્યું છે કે તેની કોઈ હદ નથી. ઈન્સટાગ્રામ રીલ્સમાં ગ્લાસ સ્કિન, મિરેકલ સ્કિન જેવી રીલ્સ સતત વાયરલ થતી રહે છે. તેમજ લોકો તેના પર આંખ બંધ કરીને ભરોસો કરતા હોય છે. અને જે પ્રોડક્ટ સોશિયલ મીડિયામાં બતાવવામાં આ તે પ્રોડક્ટ વિચાર્યા વગર લઈ લે છે અને તેનો ઉપયોગ કરે છે. જે કે આવું ના કરવું જોઈએ જાણો કઈ કઈ બાબતોનું ધ્યના રાખવું જોઈએ.
સોશિયલ મીડિયામાં બતાવવામાં આવતા વાયરલ હેક્સ જેવા કે લીંબુ, ટૂથપેસ્ટ અને બેકિંગ સોડા જેવી વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. સ્કિન એકસ્પર્ટ મુજબ આ ઘરેલુ ઉપચાર સ્કિનના નેચરલ પીએચ બેલેન્સને બગાડી શકે છે અને સ્કિન પર એલર્જી થઈ શકે છે.
સ્કિન ટાઈપ કઈ છે જાણવું જરૂરી
જો તમે સ્કિન કેર રૂટીન ફોલો કરો છો તમારે તમારી સ્કિન ટાઈપ જાણવી જરૂરી છે. સ્કિન ઓઈલી છે, ડ્રાય છે કે પછી સેન્સેટિવ છે તે જાણવું જરૂરી છે. કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા તેનું પેચ ટેસ્ટ કરી લેવું જરૂરી છે.
ફોન સ્ક્રીન અને મેકઅપને પણ અવગણશો નહીં
ઘણીવાર આપણને ખબર નથી હોતી પણ આપણા ફોન પર ઘણા બધા બેક્ટેરિયા એકઠા થાય છે જે ચહેરા પર ટ્રાન્સફર થઈ શકે છે. આનાથી તમારા ચહેરા પર ખીલ થઈ શકે છે. આ ઉપરાંત, મેકઅપ કાઢ્યા વિના સૂવું એ પણ તમારી સ્કિન માટે સૌથી હાનિકારક ટેવોમાંની એક છે. તેથી જો તમે ક્યારેય મેકઅપ પહેરો છો, તો સૂતા પહેલા તેને દૂર કરો.
DIY કરતા સાવધન રહો
દરેક સોશિયલ મીડિયા હેક તમારી સ્કિન માટે નથી હોતું. રેટિનોલ, વિટામિન સી અથવા AHA જેવા એક્ટિવ પદાર્થોનો ઉપયોગ જ્ઞાન વગર કરવો નુકસાનકારક હોઈ શકે છે. તેથી જો તમને સ્કિનની કોઈ ગંભીર સમસ્યા હોય, તો તમે સ્કિનરોગ વિજ્ઞાનીની સલાહ લો તે વધુ સારું છે.
ટ્રેન્ડ કરતા પહેલા સમજણ જરૂરી છે
કોઈપણ ટ્રેન્ડને ફોલો કરતા પહેલા, તમારે સમજવું જોઈએ કે તે તમારી સ્કિન માટે સલામત છે કે નહીં. દરેક સ્કિનની જરૂરિયાતો અલગ અલગ હોય છે, તેથી યોગ્ય માહિતી અને જાગૃતિથી જ તમે તમારી સ્કિનને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડને ફોલો કરીને નહીં.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.