શોખ મોટી વસ્તુ છે લોકો પોતાના શોખને પુરા કરવા માટે લોકો કઈ પણ કરી દેતા હોય છે. હવે હિમાચલ પ્રદેશથી એક મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ પોતાના સ્કૂટરના VIP નંબર માટે 14 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. હવે રસપ્રદ વાત તો એ છે કે, સ્કૂટરની કિંમત 1 લાખ છે. તેને 14 લાખમાં નંબર લીધો છે એટલામાં તો તેને બીજા 14 સ્કૂટર આવી જાત સ્કૂટર તો છોડો એક કાર આવી જાય એટલા પૈસા તેને VIP નંબર લેવામાં નાખ્યા છે એટલે જ કહેવાય છે કે શોખ બહુ મોટી વસ્તુ છે.


રિપોર્ટ અનુસાર, હિમાચલના હમીરપુરના રહેવાવાળા સંજીવ કુમારે હાલમાં જ નવું સ્કૂટર લીધું છે.તેને પોતાના સકૂટર માટેં VIP નંબર લેવો હતો.પછી તે હિમાચલ પ્રદેશ ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત ઓનલાઈન હરાજીમાં સૌથી વધારે બોલી લગાવીને 14 લાખ રૂપિયામાં (HP21C-0001) નંબર ખરીદે છે.

હરાજીમાં ફકત બે લોકોએ જ લીધો ભાગ

કહેવાય છે કે, ઓનલાઈન હરાજીમાં ફકત બે લોકોએ જ ભાગ લીધો હતો. જેમાંથી સોલન ઝિલેના બદ્દીના રહેવાવાળા એક વ્યક્તિએ આ નંબર માટે 13.5 લાખની બોલી લગાવી હતી. પરંતુ સંજીવ કુમારે તેને 14 લાખ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધી હતી. પરિવહન અધિકારીઓ મુજબ, આ રાજ્યમાં ટુ વ્હીલર માટેનું અત્યાર સુધીનું સૌથી મોંઘુ (VIP Registration Number) છે.

શોખની કોઈ કિંમત ના હોય- સંજીવ કુમાર

સંજીવ કુમારે કહ્યું કે, મને અલગ નંબર ભેગા કરવાનો શોખ છે અને હું મારા સ્કૂટર માટે એક આવો VIP નંબર ઈચ્છતો હતો. તેમજ આગળ તેણે કહ્યું કે, શોખની કોઈ કિંમત ના હોય, જ્યારે તમે કઈ અસાધારણ વસ્તુઓને ઈચ્છો છો ત્યારે તમારે કિંમત ના જોવી જોઈએ. સંજીવના પુત્રએ કહ્યું કે અમે નંબર માટે ઓનલાઈન અરજી કરી હતી. એક વ્યક્તિ પણ તે રેસમાં સામેલ હતો પરંતુ અમે સૌથી વધારે બોલી લગાવીને આ નંબર લઈ લીધો.


  • Follow us on: