આજના સમયમાં બદલાતું હવામાન, પ્રદૂષણ, વારંવાર શેમ્પૂનો ઉપયોગ અને કેમિકલયુક્ત સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સના કારણે વાળ પોતાનો કુદરતી ભેજ ગુમાવી રહ્યા છે. પરિણામે વાળ ખરવા, સૂકા થવા અને ગૂંચવાઈ જવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જ્યારે વાળમાં ભેજ નથી રહેતો, ત્યારે તેનું બહારનું પડ બરછટ થઈ જાય છે અને વાળ મેનેજ કરવા મુશ્કેલ બને છે. પ્રાચીન આયુર્વેદમાં વાળની સમસ્યા માટે ઘી ની માલિશ કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે.


વાળ માટે ઘી કેમ છે આશીર્વાદરૂપ?

વાળની સમસ્યા દૂર કરવા મોંઘા સીરમ અને હેર માસ્ક પાછળ ખર્ચ કરવાને બદલે રસોડાની આ સામગ્રી જાદુઈ અસર કરશે.  ઘી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ વાળના પોષણ માટે પણ ઉત્તમ છે. તેમાં રહેલા તત્વો વાળ પર જાદુઈ અસર કરે છે. ઘીમાં વિટામિન A, D અને E હોય છે જે વાળને અંદરથી મજબૂત બનાવે છે. તેમાં રહેલા ફેટી એસિડ વાળમાં ભેજ (Moisture) જાળવી રાખવાનું કામ કરે છે. ઘી વાળની સપાટી પર એક પાતળું રક્ષણાત્મક પડ બનાવે છે, જે વાળને નરમ અને મુલાયમ રાખે છે.

ઘીના નિયમિત ઉપયોગથી વાળ સિલ્કી થશે

નિષ્ણાતોના મતે  જો યોગ્ય રીતે ઘીનો ઉપયોગ કરવામાં આવે તો ટૂંક સમયમાં જ તફાવત જોઈ શકાય છે. અઠવાડિયામાં બે વાર ઘી લગાવવાથી 2-3 અઠવાડિયામાં વાળની રચના સુધરે છે. માલિશ કરવાથી ગૂંચથી મુક્તિ મળશે. વાળની શુષ્કતા ઘટવાને કારણે વાળ ઓછા ગૂંચવાય છે. જેમના વાળ ખૂબ ફૂલેલા અને બરછટ રહેતા હોય, તેમના માટે ઘી સર્વોત્તમ છે. ખોડો, ખોપરી ઉપરની ચામડીના ચેપ અથવા વાળ ખરવા જેવી સમસ્યાઓ ઘી શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે.


આ પણ વાંચો : Beauty Tips : 50ની ઉંમરે પણ 25 જેવો ગ્લો! દરરોજ રાત્રે સૂતા પહેલા શરીરના આ અંગ પર કરી લો માલિશ


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: