ચહેરો સુંદર હોય છે પરંતુ ગરદન પરની કાળાશ અનેક યુવતીઓની ચિંતાનું કારણ બને છે. યુવતીઓ આ કાળાશ દૂર કરવા મોંઘી ટ્રીટમેન્ટ કરાવે છે છતાં કોઈ ફરક પડતો નથી. ગરદનની કાળાશ પાછળ ઘણા કારણ હોઈ શકે છે. ગરદન કાળી પડવી એ હાયપરપીગ્મેન્ટેશન, નબળી સ્વચ્છતા અથવા ઇન્સ્યુલિન પ્રતિકારને કારણે થઈ શકે છે. ગરદન પર દેખાતી કાળાશ દૂર કરવા ઘરેલુ ઉપચારથી લાભ થશે.


ઘરેલુ ઉપચાર વધુ અસરકારક

આ ઘરેલું ઉપાય જરૂર ફાયદાકારક સાબિત થશે. આ ઉપચારથી અણગમતી કાળાશ દૂર થશે અને તમારી ત્વચાને ચમકદાર બનશે. ગરદન પરની કાળાશ દૂર કરવા આ તમામ ઘરેલુ ઉપચારમાંથી કોઈપણ એક ઉપચાર સપ્તાહમાં નિયમિત કરો. જરૂર તમને ફરક દેખાશે.

ગરદનની કાળાશ દૂર કરવા કરો આ ઘરેલું ઉપાય

લીંબુ : લીબું સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. વજન ઉતારવાથી ત્વચા અને વાળની સમસ્યામાં લીંબુ એક ઔષધિ સમાન છે. ગરદનની કાળાશ દૂર કરવામાં લીંબુ બેસ્ટ હોમ રેમેડી છે. વિટામિન સી અને સાઇટ્રિક એસિડથી ભરપૂર લીંબુને મધ અથવા ગુલાબજળ સાથે મિક્સ કરો. પછી આ મિશ્રણને ગરદન પર 10 મિનિટ માટે રહેવા દો, અને ત્યારબાદ પાણીથી ધોઈ નાખો સનસ્ક્રીન લગાવો. સપ્તાહમાં નિયમિત આ ઉપચારથી તરત પરિણામ મળશે.

બેસન : બેસન એટલે કે ચણાનો લોટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્વચાને સાફ અને મોઇશ્ચરાઇઝ કરવા તમે ચણાના લોટ સાથે હળદર અને દહીંનું મિશ્રણ ચહેરા પર લગાવો. આ મિશ્રણ તૈયાર કરવા માટે, સૌ પ્રથમ એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ, એક ચપટી હળદર અને એક ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ તેને ગરદન પર લગાવીને 15 મિનિટ સુધી સુકાવા દો. પછી હળવા હાથે માલિશ કરી સ્વચ્છ પાણીથી ધોઈ લો.

શાકભાજીના રસ : કાકડી અને બટાકાનો રસ પણ ગરદનની કાળાશ દૂર કરવામાં અસરકારક ઘરેલુ ઉપચાર છે. છીણેલી કાકડી અથવા તેનો રસ સીધો ગરદન પર 20 મિનિટ સુધી લગાવી ધોયા બાદ મોઈશ્ચરાઈઝર લગાવો. તેમજ બટાકામાં કુદરતી ઉત્સેચકો અને હળવા બ્લીચિંગ એજન્ટ છે. જે ત્વચામાં નિખાર લાવવામાં મદદ કરે છે. તેમાં હાજર વિટામિન સી ત્વચાને ચમકદાર અને સમાન રંગ આપવામાં પણ મદદ કરે છે. આ માટે તમે કાચા બટાકાને છીણી લો અને તેનો રસ કાઢો અને તેને દરરોજ 15-20 મિનિટ સુધી ગરદન પર લગાવો. 


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: