ઉંમર વધતા ચહેરા પર અસર દેખાય છે. કોઈપણ ઉંમર હોય દરેક વ્યક્તિ સ્વસ્થ, ચમકતી અને સુંદર ત્વચા ઇચ્છે છે. આજે પહેલાની સરખામણીએ લોકોનુ આયુષ્ય વધ્યુ છે. સ્વસ્થ આહાર, દવા અને જીવનશૈલીના કારણે આજકાલ લોકોમાં 80 વર્ષ સામાન્ય છે. જો કે ઉંમર થતા શારીરિક સ્વસ્થ હોવ પરંતુ ચહેરા પરની કરચલી વૃદ્ધત્વનું રહસ્ય ખોલી દે છે. તમારી ત્વચા 20 વર્ષના યુવાન જેવી સુંદર દેખાય માટે મોંઘી બ્યુટી પ્રોડક્ટ નહીં આ ઉપાય અજમાવો.
ઉંમરની સાથે સુંદર દેખાવા ટ્રાય કરો આ ટિપ્સ
ઉંમર વધવાની સાથે ત્વચાની જરૂરિયાતો પણ બદલાતી રહે છે. જો તમે યોગ્ય સમયે સાચી કાળજી લેવાનું શરૂ કરો, તો લાંબા સમય સુધી ત્વચાને યુવાન અને ગ્લોઈંગ રાખી શકશો. ત્વચાની સમસ્યાઓ સૌથી વધુ 40 વર્ષ અને તેનાથી વધુ લોકોમાં જોવા મળે છે. આ ઉંમરે ત્વચામાં કોલેજનનું પ્રમાણ સારું હોય છે, તેથી મુખ્ય ધ્યાન ભવિષ્યના નુકસાનને અટકાવવા પર હોવું જોઈએ. દરરોજ સનસ્ક્રીન લગાવવાની આદત પાડો. આ તમને કરચલીઓ અને પિગમેન્ટેશનથી બચાવશે. હળવું મોઇશ્ચરાઇઝર વાપરો. જો ખીલની સમસ્યા હોય, તો સેલિસિલિક એસિડયુક્ત ફેસવોશનો ઉપયોગ કરો.
40ની ઉંમરે પણ દેખાશો 20 વર્ષના યુવાન
40ની ઉંમરમાં ત્વચામાં કરચલી દેખાવા લાગે છે. ત્વચામાં 'સેલ ટર્નઓવર' ધીમું થાય છે. હોર્મોનલ ફેરફારોને કારણે ત્વચા શુષ્ક દેખાય છે. ઉંમર પ્રમાણે યોગ્ય ઉત્પાદનો, મોઇશ્ચરાઇઝર, ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. સવારે વિટામિન-C સિરમ વાપરવાનું શરૂ કરો, જે ત્વચાને ચમકદાર રાખશે અને સૂર્યના નુકસાન સામે લડશે.રાત્રે રેટિનોલ ક્રીમનો ઉપયોગ શરૂ કરો. તે કોલેજન વધારે છે અને કરચલીઓ ઘટાડે છે. આંખોની આસપાસની ત્વચા પાતળી હોવાથી ત્યાં ડાર્ક સર્કલ કે રેખાઓ ના પડે તે માટે આઈ ક્રીમ વાપરો.
ત્વચા જાળવણીની સામાન્ય ટિપ્સ :
વધતી ઉંમરે ત્વચાને યુવાન રાખવા પાણી બેસ્ટ છે. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો. પાણી શરીરને ડિટોક્સ કરશે. દિવસમાં ઓછામાં ઓછું ૩-૪ લિટર પાણી પીવું જોઈએ. જંકફૂડ અને તળેલા ખોરાકના બદલે સ્વસ્થ ખોરાક લો. સીઝનલ ફળો અને લીલા શાકભાજી ખાવાથી કુદરતી ગ્લો આવશે. પાણીની જેમ પૂરતી ઊંઘ પણ જરૂરી છે. ખાસ કરીને રાત્રિના સમયે 7-8 કલાકની ઊંઘ ત્વચાના કોષોને રિપેર કરવા માટે જરૂરી છે.
આ પણ વાંચો : Online Games Effect : ઓનલાઈન ગેમ રમવાનો ક્રેઝ લોકો માટે ખતરારૂપ, ડોક્ટરે આપી ચેતવણી
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )