મેરઠના એક 23 વર્ષીય યુવાનનું ઓનલાઈન ગેમ રમતા મોત થયું. ઓનલાઈન ગેમ લોકો માટે જીવલેણ બની રહી છે. ઓનલાઈન ગેમથી મોતનું જોખમ વધ્યું છે. ડોક્ટર દ્વારા પણ ચેતવણી આપી કે ઓનલાઈન ગેમ લોકો માટે ખતરારૂપ બની રહી છે. આનું કારણ આપતા ડોક્ટરે જણાવ્યું કે ઓનલાઈન ગેમ્સ, ખાસ કરીને એક્શન અને કોમ્પિટિટિવ ગેમ્સ, મગજ અને શરીર પર ખૂબ જ ઊંડી અસર કરે છે.
ઓનલાઈન ગેમ મગજ પર કર છે એટેક, ડોક્ટર
ડોક્ટરના જણાવ્યા મુજબ ઓનલાઈન ગેમ સીધી મગજ પર એટેક કરે છે જે કયારેક મોતનું કારણ બને છે. જ્યારે તમે ગેમ રમો છો ત્યારે તે માત્ર મનોરંજન નથી હોતું, પરંતુ તમારું શરીર એક 'હાઈ એલર્ટ' મોડમાં હોય છે. ગેમમાં જીતવા કે રિવોર્ડ મળવા પર મગજમાં 'ડોપામાઈન' નામનું કેમિકલ રિલીઝ થાય છે, જે આનંદ આપે છે. આનાથી મગજને વારંવાર રમવાની લત લાગે છે. લાંબા ગાળે મગજ કુદરતી રીતે ડોપામાઈન પેદા કરવાનું ઓછું કરી દે છે, જેના કારણે ગેમ વગર વ્યક્તિ ચિડચિડિયો અથવા ડિપ્રેશન અનુભવે છે.
સતત ગેમ રમતા શરીરમાં થાય છે આ ફેરફાર
વ્યક્તિ જયારે ગેમ રમવાની લત લાગે છે, ત્યારે ગેમમાં હારવા કે અટકી જવા પર એમીગડાલા સક્રિય થઈ જાય છે, જેનાથી વ્યક્તિને અચાનક તીવ્ર ગુસ્સો આવે છે. લાંબો સમય ગેમ રમવાથી મગજની સામાન્ય ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટે છે, કારણ કે ગેમિંગની દુનિયા ખૂબ જ ઝડપી હોય છે અને વાસ્તવિક દુનિયા તેને 'ધીમી' અને 'કંટાળાજનક' લાગવા માંડે છે. ઓનલાઈન ગેમિંગ દરમિયાન શરીર 'Fight or Flight' (લડો અથવા ભાગો) મોડમાં આવી જાય છે
હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદયની બીમારીનું જોખમ
જ્યારે તમે ગેમમાં જોખમમાં હોવ, ત્યારે કિડનીની ઉપર રહેલી ગ્રંથિઓ એડ્રેનાલિન અને કોર્ટિસોલ હોર્મોન્સ છોડે છે. આ હોર્મોન્સના કારણે હૃદય ઝડપથી ધબકવા લાગે છે જેથી સ્નાયુઓને વધુ લોહી મળી શકે. બેઠા બેઠા રમત રમવા છતાં તમારું હૃદય દોડતા હોવ તેટલી ઝડપે કામ કરે છે. લોહીની નળીઓ સંકોચાય છે, જેના કારણે બ્લડ પ્રેશર (BP) અચાનક વધી જાય છે. જો કોઈ વ્યક્તિ કલાકો સુધી આ સ્થિતિમાં રહે, તો તેને કાયમી હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદયની બીમારીઓ થવાનું જોખમ રહે છે.
ઓનલાઈન ગેમને લઈને ડોક્ટરોએ આપી ચેતવણી
ગેમની બ્લુ લાઈટ મેલાટોનિન હોર્મોનને અટકાવે છે, જેથી ઊંઘ આવતી નથી. વધુ પડતી હિંસક ગેમ્સ રમવાથી વ્યક્તિ વાસ્તવિક જીવનમાં પણ વધારે આક્રમક બની શકે છે. વધુ પડતી આક્રમકતા મગજમાં તણાવ પેદા કરે છે. મગજમાં તીવ્ર દુખાવો ઉપડે છે. મગજની નસ ફાટવા લાગે છે. આ સ્થિતિ કયારેક જીવલેણ બને છે. ઓનલાઈન ગેમ રમવાનો ક્રેઝ મોતનો માર્ગ બનવા લાગ્યો છે. ડોક્ટરોએ લોકોને ઓનલાઈન ગેમ રમવાને લઈને ચેતવણી આપી. તેમના મતે દિવસમાં 1 કલાકથી વધુ ગેમ ના રમવી જોઈએ. સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ.
આ પણ વાંચો : Health Tips : એસિડિટીની સમસ્યાને અવગણવાની ભૂલ સ્વાસ્થ્ય માટે જોખમી, ડોક્ટરે આપી ચેતવણી
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )