યુવતીઓ હોય કે મહિલાઓ દેખાવને આકર્ષક લુક આપવા મેકઅપ જરૂર કરે છે. મોટાભાગે મહિલાઓ મેકઅપમાં આઈલાઈનર, લિપસ્ટીક અને કોમ્પેક્ટ પાઉડરનો ઉપયોગ કરતી હતી. પરંતુ આજની Gen Z જનરેશન વધુ સ્માર્ટ છે. આ જનરેશન તહેવાર અને ફંકશનમાં ખાસ મેકઅપ કરી ટ્રેન્ડમાં રહેવું વધુ પસંદ કરે છે. બ્યુટીફુલ દેખાવા ફક્ત પોશાક જરૂરી નથી ચહેરાનો લુક પણ જરૂરી છે. ચહેરાના લુકને વધુ સુંદર બનાવવા આજકાલ યુવતીઓમાં મોનોક્રોમ મેકઅપ ટ્રેન્ડીંગમાં છે.
શું છે મોનોક્રેમ મેકઅપ
મોનોક્રોમ મેકઅપ એટલે જેમાં ચોક્કસ પ્રકારના રંગનો ઉપયોગ થાય છે. ફેશન જગતમાં જેમ એક જ રંગ અથવા સમાન રંગના વિવિધ શેડ્સનો ઉપયોગ કરતા પોશાક માટે મોનોક્રોમ શબ્દનો ઉપયોગ થાય છે. તેમ બ્યુટી વર્લ્ડમાં "એક જ રંગ" ના શેડસ માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. મોનોક્રોમેટિક મેકઅપ એ છે જ્યારે હાઇલાઇટરથી લઈને આઇશેડો અને લિપ શેડ સુધીની દરેક વસ્તુ, જે ચહેરાના લક્ષણોને સુંદર અને તીક્ષ્ણ બનાવે છે, તે એક જ પેલેટમાં હોય છે, એટલે કે સમાન રંગના શેડ્સનો ઉપયોગ કરવામાં આવે છે.













