ત્વચા સંવેદનશીલ હોવાથી ઉનાળામાં કેટલાક લોકો શુષ્કતાપણાની સમસ્યાનો અનુભવ કરે છે. ઉનાળામાં શુષ્કતા (Dryness) અનુભવવા પાછળ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય કારણો જવાબદાર છે. સામાન્ય રીતે આપણને લાગે કે ગરમીમાં પરસેવો થાય એટલે ત્વચા તૈલીય રહેવી જોઈએ, પરંતુ વાસ્તવમાં ઉનાળો ત્વચા અને શરીરના ભેજને છીનવી લે છે. ગરમીમાં ત્વચાની શુષ્કતા દૂર કરવા તમે કુદરતી ઉપાય અજમાવી શકો છો.
શુષ્ક ત્વચાની સમસ્યામાં કરો કુદરતી ઉપાય
ઉનાળાની શુષ્ક ત્વચામાં મદદ કરશે હોમ મેડ પેક. ખીલ, ફોલ્લી જેવી ત્વચા સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવવા માટે મોંઘા ઉત્પાદનો નહીં આ કુદરતી પેક બેસ્ટ રેમેડી છે. આ ફેસ પેક બનાવવા માટે, તમારે કેરીની ગોટલી (અંદરનો ભાગ), શિયા બટર, ચંદન પાવડર, મધ અને નાળિયેર તેલની જરૂર પડશે. આ બધા ઘટકો ત્વચાને પોષણ આપે છે, તેને નરમ બનાવે છે અને તેની ખોવાયેલી ચમક પાછી લાવે છે.
કુદરતી ફેસ પેક કેવી રીતે બનાવો
આ કુદરતી પેક બનાવવા સૌપ્રથમ કેરીની ગોટલીને ક્રશ કરી લો અથવા તેને પથ્થર પર ઘસો. તેને એક બાઉલમાં મૂકો અને તેમાં ઓગાળેલું શિયા બટર ઉમેરો. ચંદન પાવડર, મધ અને નાળિયેર તેલ ઉમેરો. બધી સામગ્રીને એકસાથે મિક્સ કરીને એક સરળ પેસ્ટ બનાવો. તૈયાર કરેલા ફેસ પેકને તમારા આખા ચહેરા પર સારી રીતે લગાવો. પેક લગાવ્યા પછી, ઠંડા રૂમમાં બેસો. તેને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી તમારા ચહેરા પર રહેવા દો. ત્યારબાદ, તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. જો તમે ઈચ્છો તો બરફના ટુકડાનો પણ ઉપયોગ કરી શકો છો.
ગરમીમાં ત્વચાનું આ રીતે રાખો ધ્યાન
ત્વચાની સંભાળ દરેક ઋતુમાં રાખવી જોઈએ, પરંતુ ઉનાળા દરમિયાન, જ્યારે સૂર્ય ખૂબ જ ગરમ હોય છે અને હવામાન ભેજવાળું હોય છે, ત્યારે કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ત્વચાને સાફ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુમાં, બહાર જતી વખતે, સીધો સૂર્યપ્રકાશ ટાળવાનો પ્રયાસ કરો. તમે સુતરાઉ કપડાં અને છત્રી જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. સૌથી અગત્યનું, હંમેશા સનસ્ક્રીન લગાવો અને ક્યારેય મોઇશ્ચરાઇઝર ટાળશો નહીં. ઉનાળામાં પણ, ત્વચાને ભેજની જરૂર હોય છે.
આ પણ વાંચો : સવારે જાગતાની સાથે જ માથું કેમ દુખે છે? જાણો તેના પાછળના કારણો
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )